તેલુગુ આર્ટિસ્ટની પુકાર:સોનુ સૂદને કહ્યું, આખા આંધ્રને દેખાડી દો કે દુનિયા તમને કેમ 'મસીહા' માને છે, એક્ટરે કહ્યું- પ્રશાંતના પરિવારને કહો તે ચિંતા ન કરે હું તેમની સાથે છું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્સિડેન્ટને કારણે પ્રશાંતની સ્થિતિ એકદમ ગંભીર છે. ત્યારબાદ સોનુ સૂદ તેની મદદ માટે આગળ આવ્યા છે. - Divya Bhaskar
એક્સિડેન્ટને કારણે પ્રશાંતની સ્થિતિ એકદમ ગંભીર છે. ત્યારબાદ સોનુ સૂદ તેની મદદ માટે આગળ આવ્યા છે.

દેશમાં લોકડાઉન શરૂ થયા પછી જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને દેશભરના લોકોના દિલ જીત્યા બાદ પણ એક્ટર સોનુ સૂદ મદદ કરવાથી પાછળ હટ્યો નથી. હવે તે એક ટોલિવૂડ આર્ટિસ્ટની મદદ માટે આગળ આવ્યો છે. પ્રશાંત નામના આ આર્ટિસ્ટનું એક્સિડેન્ટ થઇ ગયું હતું ત્યારબાદ તેના મિત્રોએ સોશિયલ મીડિયા મારફતે સૂદને મદદ માટે કહ્યું હતું. સોનુએ તેમને જવાબ આપી કહ્યું કે ડોક્ટર સાથે વાત થઇ ગઈ છે તે ટૂંક સમયમાં તેમના પગે ઊભા હશે.

સોનુ સૂદની મદદ માગતા આશિષ નામના એક વ્યક્તિએ લખ્યું કે, 'સોનુ સૂદ સર, અમારા મિત્ર પ્રશાંતનું એક્સિડેન્ટ થઇ ગયું હતું અને તેની સ્થિતિ ઘણી ગંભીર છે. તમે ટોલિવૂડ કલાકારો પર હંમેશાં તમારો પ્રેમ વરસાવ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે તમે તેનો જીવ બચાવો અને આખા આંધ્રને બતાવી દો કે દુનિયા કેમ તમને 'મસીહા ' કહે છે. અમને તમારી મદદની જરૂર છે, સર પરિવારમાં તે એકમાત્ર કમાનારો વ્યક્તિ છે.'

સૂદે કહ્યું, બધાની પ્રાર્થના તેની સાથે છે
સોનુએ તે ટ્વીટના જવાબમાં લખ્યું, 'પ્રશાંતના પરિવારને કહો કે ચિંતા ન કરે હું તેમની સાથે છું. આખા આંધ્રની વધામણી અને ટોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પ્રાર્થના તેની સાથે છે. ડોક્ટર્સ સાથે વાત થઇ ગઈ છે, ટૂંક સમયમાં તે તેના પગે ઊભો હશે.'

આખો પરિવાર તેના પર નભે છે
સોનુને જે વીડિયોમાં ટેગ કરવામાં આવ્યો તેમાં પ્રશાંત વિશે જાણકારી પણ આપવામાં આવી છે. 'તે એક ડાન્સર છે, ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દુર્ભાગ્યપૂર્ણ ત્રણ દિવસ પહેલાં તેનું એક્સિડેન્ટ થયું. હાલ તેની સ્થિતિ ઘણી ગંભીર છે. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે અને આખો પરિવાર તેના પર નભે છે. માટે અમે તમને વિંનંતી કરીએ છીએ કે તેની મદદ માટે આગળ આવો. તમે એક પ્રતિભાશાળી ડાન્સરનો જીવ બચાવી શકો છો.'

મિત્રોએ પણ હાથ જોડીને મદદ માગી
આ વીડિયોમાં પ્રશાંતના મિત્રોએ કહ્યું, 'અમે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ડાન્સર્સ છીએ. ત્રણ દિવસ પહેલાં અમારા એક મિત્ર પ્રશાંતનું એક્સિડેન્ટ થયું. તે તેના ઘરમાં કમાણી કરનારો એકમાત્ર છે. તે ઘણા મોટા કોરિયોગ્રાફર્સ અને ઘણા મોટા સાઉથ ઇન્ડિયન આર્ટિસ્ટ સાથે પણ કામ કરી ચૂક્યો છે અને તે હાલ અપોલો હોસ્પિટલમાં એડમિટ છે. પ્રશાંતનો જીવ બચાવવા અમે આગળ આવ્યા છીએ આશા છે કે લોકો પણ આમાં અમારી મદદ કરશે.'

અન્ય સમાચારો પણ છે...