તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીલથી રિયલ લાઈફ હીરો સુધીની સફર:સોનુ સૂદ કૉમિક બુક માટે સુપરહીરો 'નાગરાજ' બન્યો હતો, હવે જાહેરાતનો વીડિયો વાઈરલ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં લોકોની મદદ કરીને મસીહા બનેલા સોનુ સૂદે પોતાની કરિયરની શરૂઆત સુપર હીરોથી કરી હતી. તે સમયે સોનુ કૉમિક બુક 'રાજ કૉમિક્સ' માટે સુપર હીરો 'નાગરાજ'નો રોલ પ્લે કર્યો હતો. હવે આના વીડિયો વાઈરલ થયા છે. સોનુ સૂદ કૉમિક બુક 'નાગરાજ'ના ગેટઅપમાં જોવા મળે છે. તેના હાથમાંથી સાપ નીકળે છે અને આંખમાં ગ્રીન રંગની લાઈટ થાય છે.

સોનુની રીલથી રિયલ લાઈફ સુધીની સફર
વીડિયોમાં સોનુ સૂદ ખરાબ શક્તિઓને મારતા તથા સ્ટંટ કરતા જોવા મળ્યો હતો. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, 'નાગરાજ જુર્મ કા દુશ્મન, જિસકે આગે હૈ બેઅસર આગ કા તૂફાન, આંખો મેં સંમોહન, હાથો સે નિકલે ઝહરીલે નાગ, 'નાગરાજ' અપરાધિયો કા મિટા દે નામોનિશાન.' હાલમાં જ આ વીડિયો સો.મીડિયામાં શૅર કરીને એક યુઝરે કહ્યું હતું, 'એક સમય હતો જ્યારે સોનુ સૂદે રાજ કૉમિક્સની એક જાહેરાતમાં 'નાગરાજ'નો રોલ પ્લે કર્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી સોનુએ રીલથી રિયલ લાઈફ હીરો સુધીની લાંબી સફર ખેડી છે. નોંધનીય છે કે સોનુ છેલ્લાં દોઢ વર્ષથી કોરોના અસરગ્રસ્તોની મદદ કરી રહ્યો છે. આ કામથી તે લોકોમાં રિયલ લાઈફ સુપર હીરો બની ગયો છે.

સોનુએ 'ધ કપિલ શર્મા શો'માં 'નાગરાજ'નો ઉલ્લેખ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે પણ 'નાગરાજ' અંગે 'ધ કપિલ શર્મા શો'ના એક એપિસોડમાં વાત કરી હતી. તેણે કહ્યું હતું કે કરિયરની શરૂઆતના દિવસમાં જ્યારે તે દિલ્હી આવ્યો ત્યારે તેને સૌ પહેલો રોલ 'નાગરાજ'નો મળ્યો હતો. આ રોલમાં તેણે ગ્રીન રંગના આઉટફિટ પહેર્યા હતા. 20 લોકોના ક્રૂની સાથે કૉમિક બુક માટે એડ શૂટ કરી હતી.

સોનુને કૉમિક બુક ના હોવાનો પસ્તાવો
સોનુએ આ જ શોમાં કહ્યું હતું કે તેની તસવીરો કૉમિક બુક પર છાપવામાં આવી હતી. એકવાર તે સાળી સાથે દિલ્હીના લાજપત માર્કેટ ગયો હતો અને તે કૉમિક બુક જોવા મળી હતી. તેની સાળીએ તેને બુક લેવાનું કહ્યું હતું, પરંતુ તેને બહુ જ વિચિત્ર લાગ્યું હતું. તેને શરમ આવતી હતી અને તેથી જ તેણે આ બુક લીધી નહીં. જોકે, હવે તેને આ વાતનો પસ્તાવો છે.