તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:સોનુ સુદે મુંબઈમાં ફસાયેલા શ્રમિકો માટે બસની વ્યવસ્થા કરી

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર સોનુ સુદે મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી હતી. સોનુએ 10 જેટલી બસનું આયોજન કરીને શ્રમિકોને તેમના ઘરે પરત મોકલ્યાં હતાં. 

કર્ણાટક તથા મહારાષ્ટ્ર સરકાર પાસેથી પરવાનગી લીધા બાદ સોનુએ આ શ્રમિકોની યાત્રા તથા ભોજનની વ્યવસ્થા કરી હતી. મહારાષ્ટ્રના થાનેથી ગુલબર્ગ (કર્ણાટક) જવા માટે દસ બસ રવાના થઈ હતી. આટલું જ નહીં સોનુએ અહીંયા આવીને શ્રમિકોના હાલચાલ પૂછ્યાં હતાં. 

સોનુએ કહ્યું હતું, હું પૂરી દૃઢતા સાથે માનું છું કે વર્તમાન સમયમાં જ્યારે આપણે બધા મહામારીનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે પ્રત્યેક ભારતીય પોતાના પરિવાર તથા પ્રિયજન પાસે હોય તે જરૂરી છે. મેં મહારાષ્ટ્ર તથા કર્ણાટક સરકાર પાસેથી આ શ્રમિકોને ઘર પહોંચાડવા માટેની પરવાનગી લીધી હતી. મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ દસ્તાવેજો બનાવવામાં ઘણો જ સહયોગ આપ્યો હતો. કર્ણાટક સરકારે પોતાના શ્રમિકોનું સ્વાગત કર્યું હતું. હું મારી ક્ષમતા પ્રમાણે અન્ય રાજ્યોના શ્રમિકોની પણ મદદ કરીશ. 

હાલમાં જ સોનુ સુદે પંજાબના ડોક્ટર્સને 1500 PPE (પર્સનલ પ્રોટેક્ટિવ કિટ્સ) ડોનેટ કરી હતી. રમઝાનમાં ભિંવડી આગળ હજારો શ્રમિકોના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. આ પહેલાં સોનુએ મુંબઈ સ્થિત પોતાની હોટલ મેડકિલ સ્ટાફને રહેવા માટે આપી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો