તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UPના 33 ગામમાં સ્ટાર્સે કમાન સંભાળી:સોનુ સૂદ તથા માલિની અવસ્થી દવા-ઓક્સિજન કન્સન્ટ્રેટર, કરિયાણું આપી રહ્યાં છે, કુમાર વિશ્વાસે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા

રાયબરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ કેર સેન્ટરમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે
  • ડૉક્ટર્સ ગામવાસીઓને વીડિયો કોલ કે ફોન કોલથી સલાહ આપી રહ્યા છે

કોરોનાની વચ્ચે આવતા તમામ નેગેટિવ સમાચારની વચ્ચે ઉત્તર પ્રદેશમાંથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના 33 ગામોની કમાન હવે લોકપ્રિય કવિ કુમાર વિશ્વાસ, ફિલ્મ સ્ટાર સોનુ સૂદ તથા લોકગાયિકા માલિની અવસ્થીના હાથમાં છે.

છેલ્લાં એક મહિનાની અંદર આ ત્રણેય સેલેબ્સે રાયબરેલી તથા સુલ્તાનપુરના 33 ગામોના લોકોને મદદ કરી હતી. લોકોને મફતમાં દવા તથા તપાસની સુવિધા આપી હતી. કુમાર વિશ્વાસે 8 ગામમાં વિશ્વાસ કોવિડ કેર સેન્ટર પણ શરૂ કર્યા છે. આ સેન્ટર્સમાં હળવા લક્ષણો ધરાવતા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

રાયબરેલીની 8 ગ્રામ પંચાયતમાં સુવિધા
રાયબરેલીના કવિ પંકજ પ્રસૂને પોતાના પૈતૃક ગામ સહજૌરા સહિત 8 ગ્રામ પંચાયતમાં 'આવો ગામડું બચાવીએ' અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ કવિ કુમાર વિશ્વાસ પણ જોડાયા અને તેમણે 8 ગામમાં વિશ્વાસ કોવિડ કેર સેન્ટરની સ્થાપના કરી હતી.

પંકજ પ્રસૂને કહ્યું હતું કે આ અભિયાનમાં એક્ટર સોનુ સૂદ તથા લોકગાયિકા માલિની અવસ્થી પણ જોડાયા છે. આ લોકોની મદદથી 4 ગ્રામ પંચાયતના 30 ગામડાઓને કોરોનાની મફત દવા, કરિયાણું તથા ઓક્સિજન કન્સન્ટ્રેટર મળ્યા છે.

ડૉક્ટર્સ સલાહ આપી રહ્યા છે
કવિ પંકજ પ્રસૂને કહ્યું હતું કે વિશ્વાસ કોવિડ કેર સેન્ટર્સમાં દર્દીઓને ડૉક્ટર પદ્મશ્રી જ્ઞાન ચતુર્વેદી, PGIના ડૉક્ટર જ્ઞાન ચંદ્ર, રાજીવ દીક્ષિત હોસ્પિટલના ડૉ. દીનાનાથ પટેલ, NBRIના ડૉ. સંજીવ ઓઝા હંમેશાં મોનિટર કરે છે. વીડિયો કોલ તથા ફોન કોલના માધ્યમથી દર્દીઓને જરૂરી સૂચના આપે છે. તેમને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે, દવાઓ આપવામાં આવે છે.

સુલ્તાનપુરના ત્રણ ગામમાં કેન્દ્ર ખુલ્યા
કુમાર વિશ્વાસની ટીમને સુલ્તાનપુરના અનેક ગામમાં કોવિડ કિટ મોકલવામાં આવી છે. આ ત્રણ ગામમાં વિશ્વાસ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સેન્ટર્સમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામવાસીઓને કોવિડ કેર કિટ પણ આપવામાં આવે છે. આ કિટમાં દવા, મેડિકલ ઉપકરણ હોય છે.