એક્ટરની દરિયાદિલી:હોસ્પિટલને પ્રમોટ કરવા માટે સોનુ સૂદે ફીને બદલે 50 લીવર ટ્રાન્સપ્લાન્ટ માગ્યા, અંદાજે 12 કરોડનો ખર્ચ થાય

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં પરપ્રાંતીય મજૂરો તથા જરૂરિયાતમંદની મદદ કરીનો સોનુ સૂદ મસીહા બન્યો હતો. હવે ફરી તેણે એક એવું કામ કર્યું છે, જેને કારણે તેના વખાણ થઈ રહ્યા છે. સોનુએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે એક હોસ્પિટલને પ્રમોટ કરવા માટે ફી તરીકે 50 લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 12 કરોડ રૂપિયાનું ફંડ લીધું હતું. આ પૈસા તેણે જરૂરિયાતમંદ લોકોને મદદ માટે વાપર્યા છે.

જાહેરાતોમાંથી કરેલી કમાણી ચેરિટીમાં આપી
સોનુ સૂદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે છેલ્લાં કેટલાંક સમયથી જાહેરાતો તથા એન્ડોર્સમેન્ટ્સમાંથી જે પણ કમાણી કરી છે, તે તમામ ચેરિટીમાં આપી દીધી છે. ક્યારેક ક્યારેક લોકો સ્કૂલ કે હોસ્પિટલમાં પૈસા આપે છે, તો ક્યારેક ચેરિટીના માધ્યમથી તેમની પાસે પૈસા આવે છે. તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર છે. સોનુએ 'સૂદ ચેરિટી ફાઉન્ડેશન' નામની સંસ્થા શરૂ કરી છે. સોનુ સૂદ આ સંસ્થાના માધ્યમથી લોકોને મદદ કરે છે.

ફીમાં 50 લીવર ટ્રાન્સપ્લાન્ટ થશે
સોનુ સૂદે એક કિસ્સા અંગે વાત કરતાં કહ્યું હતું કે તેણે એક હોસ્પિટલના જરૂરિયાતમંદની મદદ માટે મનાવી હતી. તેણે કહ્યું હતું, 'એક હોસ્પિટલ મારી સાથે જોડાઈને મેડિકલ ફિલ્ડમાં કામ કરવા માગતી હતી. મેં તેમને એમ કહ્યું કે તે હોસ્પિટલને ત્યારે જ પ્રમોટ કરશે, જ્યારે ફીમાં 50 લીવર ટ્રાન્સપ્લાન્ટ આપશે, જેનો ખર્ચ અંદાજે 12 કરોડ રૂપિયા થાય છે. અત્યારે બે લોકોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. આ બંને લોકો કદાચ જીવનમાં ક્યારેય આ ખર્ચ કરી શકે તેમ નહોતા. લોકો મારી પાસે આવે છે અને પૂછે છે કે કેવી રીતે તમારી મદદ કરીએ અને પછી અમે રસ્તો શોધી કાઢીએ છીએ.'

'પૃથ્વીરાજ'માં જોવા મળશે
સોનુ સૂદ અપકમિંગ ફિલ્મ 'પૃથ્વીરાજ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સંજય દત્ત, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, માનવ વિજ, લલિત તિવારી જેવા કલાકારો છે. આ ફિલ્મને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે.

3 જૂને ફિલ્મ રિલીઝ થશે
'પૃથ્વીરાજ' 3 જૂને હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ઉપરાંત સોનુ સૂદ 'ફતેહ' તથા તમિળ ફિલ્મમાં જોવા મળશે. સોનુ સૂદ 'રોડીઝ'ને હોસ્ટ કરી રહ્યો છે.