નિર્ણય:સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ સેક્શન બંધ કર્યું, લખ્યું - ફરી ઓન ત્યારે કરીશ જ્યારે નફરત કરનારાને કોઈ બીજો ટાર્ગેટ મળી જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આલિયા ભટ્ટની માતા અને મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ સેક્શન ઓફ કરી દીધું છે. આ વાતની જાણકારી સોનીએ ખુદ એક પોસ્ટ શેર કરીને આપી છે. તેઓ આ વાતને લઈને દુઃખી છે પરંતુ તેમનું માનવું છે કે જ્યારે આ નફરત કરનારા લોકોને કોઈ અન્ય ટાર્ગેટ મળી જશે ત્યારે તે ફરીથી કમેન્ટ સેક્શન ઓન કરી દેશે.

મીમ શેર કરી પોતાની વાત રજૂ કરી 
સોનીએ પોસ્ટમાં એક મીમ શેર કર્યું જેમાં પૃથ્વીના બે ગોળા છે. તેના પર લખ્યું હતું- દુનિયા તમારા મંતવ્ય પહેલાં અને પછી. સોનીએ લખ્યું, આ ફોટો ઘણો ગમ્યો. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર તમારા બધાના રિએક્શન અને કમેન્ટ્સ ઘણા ગમતા હતા. પણ અફસોસ છે કે આ બંધ કરવું પડશે કારણકે આના પર ખરાબ, અપમાનજનક અને બકવાસ કમેન્ટ્સ આવી રહ્યા હતા. અમુક સ્વાર્થી લોકો સિવાય કમેન્ટ્સમાં તે લોકોના નામ લખવામાં આવે છે જેનાથી તેઓ ઈર્ષ્યા કરે છે અથવા તો તેમને આ કામ માટે જ રાખવામાં આવ્યા છે. 

પડદા પાછળ ઘણી લડત ચાલી રહી છે જેનાથી આપણે અજાણ છીએ. પરંતુ તે હજુ પણ ચાલી રહી છે. કોઈ વાંધો નહીં. હું ટૂંક સમયમાં જ તમારા બધાના કમેન્ટ સેક્શન ફરીથી ઓન કરી દઈશ. ત્યાં સુધી આ મૂર્ખાઓને નફરત કરવા માટે કોઈ બીજો ટાર્ગેટ મળી જશે. આ વચ્ચે એક વાત યાદ રાખજો, હું તમને પ્રેમ કરું છું અને તમારો આપેલ પ્રેમ પણ મને યાદ છે.

હંસલ મેહતાને  જવાબ આપ્યો હતો 
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ આલિયાને લોકો સ્ટારકિડ હોવા માટે ટાર્ગેટ કરી રહ્યા છે. આ મુદ્દે સોનીએ હંસલ મેહતાના ટ્વીટને રી-ટ્વીટ કરીને લખ્યું હતું કે આજે જે લોકો નેપોટિઝ્મ પર બોલી રહ્યા છે તે જ લોકો કાલે તેમના બાળકોની મદદ કરશે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા ઈચ્છશે. તેઓ તેમને ઇન્ડસ્ટ્રીમાં આવતા રોકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...