સોનમ કપૂરના દીકરાના રૂમના Inside Pics:એક્ટ્રેસે વાયુ કપૂર આહુજાની નર્સરીની તસવીરો શૅર કરી, વ્હાઇટ-ગ્રે થીમ જોવા મળી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે હાલમાં જ પોતાના દીકરા વાયુ કપૂર આહુજાના રૂમની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. સોનમ કપૂરે મુંબઈમાં પોતાના ઘરમાં દીકરાનો રૂમ કેવી રીતે ડેકોરેટ કર્યો છે, તે અંગેની પોસ્ટ સો.મીડિયામાં કરી હતી. સોનમે દીકરાના રૂમ માટે વ્હાઇટ તથા ગ્રે થીમ પસંદ કરી છે અને રૂમમાં વુડન ફર્નીચર રાખ્યું છે.

સોનમ કપૂરે સો.મીડિયામાં દીકરાના રૂમની તસવીરો શૅર કરી છે, તેમાં ખૂણામાં એક બાજુ પલંગ છે. તેમાં કુશન તથા સોફ્ટ ટોય્સ છે. વ્હાઇટ રંગની દીવાલ પર કુદરતી દૃશ્યો દોરેલા છે. પલંગની બાજુમાં લાકડાનું કબાટ છે. રૂમમાં મોટી બારીઓ છે અને તેમાંથી ગાર્ડન વ્યૂ દેખાય છે.

ફ્લોર પર વ્હાઇટ કાર્પેટ છે અને તેની પર રમકડાં પડ્યા છે. વોર્ડરોબની નજીક ખુરશી છે. ડ્રોઅર પર નાનકડી ટી-શર્ટ પણ લટકેલી જોવા મળે છે. રૂમને લેમ્પ, ફોટો ફ્રેમ તથા સોફ્ટ ટોય્સથી ડેકોરેટ કરવામાં આવ્યો છે.

સોનમે તમામનો આભાર માન્યો
સોનમ કપૂરે તસવીરો શૅર કરીને રૂમને ડેકોરેટ કરાવવામાં જે પણ લોકોએ મદદ કરી હતી તે તમામનો આભાર માન્યો હતો.

આ વર્ષે ઓગસ્ટમાં દીકરાને જન્મ આપ્યો
સોનમ કપૂરે આ વર્ષે 20 ઓગસ્ટના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરો એક મહિનાનો થયો પછી એક્ટ્રેસે લાડલાનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું હોવાની જાહેરાત કરી હતી.

માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
સોનમ કપૂરે માર્ચ મહિનામાં બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ચાર હાથ, અમે તને ઉછેરવામાં શક્ય એટલું બેસ્ટ કરીશું, બે હૃદય. જે તારા દરેક પગલા પર એક સૂરમાં ધડકશે. પરિવાર તને પ્રેમ અને સપોર્ટ કરશે. તારા સ્વાગત માટે હવે રાહ જોઈ શકાતી નથી.'

2018માં લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમ કપૂર છેલ્લે ફિલ્મ 'AK vs AK'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરનો કેમિયો હતો. આ પહેલાં અનિલ કપૂર તથા સોનમે ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં કામ કર્યું હતું. સોનમ કપૂર હવે 'બ્લાઇન્ડ'માં જોવા મળશે. આ ફિલ્મ કોરિયન ક્રાઇમ-થ્રિલરની હિંદી રિમેક છે. આ ફિલ્મને શોમ મખીજાએ ડિરેક્ટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...