તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:સોનમ કપૂરે ઘરની અંદરની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું, ‘ક્વૉરન્ટીન દરમિયાનના સ્નેપશોટ્સ’

નવી દિલ્હી10 મહિનો પહેલા

સોનમ કપૂરે પોતાના દિલ્હી સ્થિત ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. સોનમ કપૂર હાલ પોતાના સાસુ-સસરા તથા પતિ સાથે દિલ્હીમા રહે છે. સોનમ માર્ચ મહિનામાં લંડનથી પરત ફરી હતી. ત્યારબાદ તે 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહી હતી. સોનમ કપૂરે સોશિયલ મીડિયામાં ઘરની તસવીરો શૅર કરીને કેપ્શન આપ્યું હતું કે ક્વૉરન્ટીન દરમિયાનની તસવીરો.

બેડરૂમથી લઈ કિચન, લાઈબ્રેરીની તસવીરો શૅર કરી
સોનમ કપૂર બેડરૂમમાં બ્લેડ એન્ડ વ્હાઈટ પાયજામામાં જોવા મળે છે. આનંદ સિમ્પલ વ્હાઈટ કુર્તા-પાયજામામાં છે. બેડરૂમની પહેલી તસવીરમાં આનંદ આહુજા આઈપેડમાં વ્યસ્ત છે, જ્યારે સોનમ કપૂર હાથમાં બુક લઈને પતિ સામે જુએ છે. બીજા તસવીરમાં સોનમ કપૂર બેડ પર બુક વાંચે છે અને આનંદ ખુરશીમાં બેસીને આઈપેડમાં કંઈક કામ કરતો જોવા મળે છે. 

સોનમ કપૂરે લિવિંગ રૂમ, સ્ટડી રૂમ, કિચન તથા ઘરના ગાર્ડનની તસવીરો પણ શૅર કરી હતી. રસોડમાં સોનમ કપૂર રસોઈ બનાવતી જોવા મળી હતી. 

સોનમ તથા આનંદે આઠ મેના રોજ પોતાની સેકન્ડ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આનંદ આહુજાએ વેડિંગ એનિવર્સરી પર સોનમ કપૂરને ગેમ ડિવાઈસ નિનટેન્ડો સ્વિચ ગિફ્ટમાં આપ્યું હતું. સોનમ કપૂરને વીડિયો ગેમ રમવી ઘણી જ પસંદ છે. 

સોનમ કપૂરે કોરોનાવાઈરસ સામેની લડાઈમાં મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં કોન્ટ્રીબ્યૂશન આપ્યું હતું અને ચાહકોને પણ અપીલ કરી હતી. સોનમ કપૂર છેલ્લે ‘ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો