સોનાલી કુલક્રણીએ જેન્ડર ઇક્વાલિટી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું:કહ્યું- 'યુવતીઓ ઑફર જુએ છે કે લાઇફ પાર્ટનર પસંદ કરે છે, હવે યુવકો પર તરસ આવે છે'

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

'દિલ ચાહતા હૈ', 'સિંઘમ', ' મિશન કાશ્મીર' જેવી ફિલ્મ કરી ચૂકેલી એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીએ મહિલાઓ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. સોનાલીએ ફેમિનિઝ્મના બદલાયેલા રૂપ અંગે વાત કરી હતી. સોનાલીએ આ વીડિયો ઇન્ટરવ્યૂ પોપ્યુલર યુ ટ્યૂબર ભૂપેન્દ્ર સિંહ રાઠોડને આપ્યો છે. વિવાદિત નિવેદન બાદ સોનાલીએ આ અંગે માફી પણ માગી હતી.

'પોતે કમાતી નથી ને યુવક પૈસાદાર જોઈએ'
આ વીડિયોમાં સોનાલીએ કહ્યું હતું કે ભારતમાં અનેક યુવતીઓ આળસુ છે. તેમને પૈસાદાર, સારી નોકરી કરતો, પોતાનું ઘર હોય તેવો બોયફ્રેન્ડ જોઈએ છીએ. આ યુવતીઓમાં એટલી હિંમત નથી કે તેઓ એમ કહી શકે કે જ્યારે તમે મારી સાથે લગ્ન કરશો પછી તે શું કરશે.

વીડિયો વાઇરલ થયા બાદ કેટલાકે સોનાલીના વખાણ કર્યા તો કેટલાકે તેને અસંવેદનશીલ કહી હતી.
વીડિયો વાઇરલ થયા બાદ કેટલાકે સોનાલીના વખાણ કર્યા તો કેટલાકે તેને અસંવેદનશીલ કહી હતી.

સોનાલીએ વધુમાં કહ્યું હતું, 'હું દરેકને કહેવા માગું છું કે તમારા ઘરની મહિલાઓને આત્મનિર્ભર બનાવો. તેમને પગભર કરો. તેઓ પોતાનો ખર્ચ જાતે ઉઠાવે અને પાર્ટનરને સપોર્ટ કરી શકે. ઘરની મહિલાને એ રીતે તૈયાર કરો કે જો ફ્રીઝ પણ લેવાનું થાય તો તે એમ કહે કે આપણે અડધા-અડધા રૂપિયા આપીને લઈએ.'

યુવતીઓ ઑફર જુએ છે કે વ્યક્તિઃ સોનાલી
સોનાલીએ કહ્યું હતું, 'મારી એક ફ્રેન્ડ વિશે વધુમાં તો કંઈ નહીં કહું, પરંતુ તે લગ્ન માટે યુવક શોધતી હતી. તેણે મને એમ કહ્યું હતું કે, 'મારે 50 હજારથી ઓછો પગાર ધરાવતા છોકરા સાથે લગ્ન કરવા નથી. તે અલગ રહેતો હોય તો સારું. સાસુ-સસરા જોડે હોય તે કોને ગમે? તેની પાસે પોતાની કાર હોવી જોઈએ.' મેં સામે એમ કહ્યું, 'તું મોલમાં આવી છે કે શું? તારે યુવક જોઈએ કે કોઈ ઑફર? આ ઘણું જ શરમજનક છે.'

યુવક 20 વર્ષની ઉંમરથી કમાય છે, યુવતીઓ માત્ર ખર્ચ કરાવે છેઃ સોનાલી
'મને લાગે છે કે યુવક જ્યારે 18નો થાય છે, ત્યારે તેને એમ લાગે છે કે હવે અભ્યાસ પૂરો થઈ ગયો, મસ્તી-મજાક પણ. હવે કમાણી કરવી પડશે. પરિવારને સપોર્ટ કરો.'

સોનાલીએ કહ્યું હતું, 'મારા પતિ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયા ત્યારે તે 20 વર્ષના હતા. તેમણે કમાવવાની શરૂઆત કરી હતી, કેમ? યુવતીઓ 25-27 વર્ષ સુધી માત્ર વિચારતી રહી જાય છે. પછી કહે છે કે સોરી ડાર્લિંગ હનીમૂન ઇન્ડિયામાં નહીં કરીએ. એ તો વિદેશમાં જ થશે.'

પૈસા ના કમાય તો ફરિયાદ કરશેઃ સોનાલી
'હવે તો કંઈ કહેવા જેવું નથી. ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી વેડિંગ શૂટ્સ, રીલ્સ. આ બધાનો ખર્ચ બોયફ્રેન્ડ કે ભાવિ પતિ કરે છે. કેમ? જો તમારે એશો-આરામથી જીવવું છે તો તમે કમાશો નહીં?

તમે પણ ભણો અને નોકરી શોધી. ઓફિસના ધક્કા ખાઈને પૂછો કે મને આ કામ મળી શકે કે નહીં, પણ યુવતીઓથી આ થતું નથીઃ સોનાલી
તમે પણ ભણો અને નોકરી શોધી. ઓફિસના ધક્કા ખાઈને પૂછો કે મને આ કામ મળી શકે કે નહીં, પણ યુવતીઓથી આ થતું નથીઃ સોનાલી

'પછી યુવતીઓ કહે છે કે તે મારી સામે આ રીતે કેમ જોયું? આવું થોડી કરાય? તમને વખાણ પણ ગમતા નથી. જો કોઈએ તમારા વિશે સારી વાત કરી તો તમે HRને રિપોર્ટ કરશો ને કહેશો કે પેલાએ એમ કહ્યું કે તમે આવા કપડાં કેમ પહેર્યાં? અરે, પહેલાં વાતો તો સાંભળો... આટલું બધું મન પર કેમ લઈ લો છો.'

માત્ર રસોઈ બનાવવાથી કામ ના ચાલેઃ સોનાલી
સોનાલીએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું, 'હું પર્સન્ટેજમાં વાત કરતી નથી. તમામ મહિલાઓ આવી હોતી નથી, પરંતુ આ પ્રકારનું અગ્રેશન અને ડિમાન્ડિંગ નેચર ધીમે ધીમે વધી રહ્યું છે. પરિસ્થિતિને જોતા આપણે બરોબરી પર આ વાતને કેમ લઈને જતા નથી?

'તમે પણ પરિવારની જવાબદારી ઉઠાવી શકો છો. બિલ ભરવું માત્ર પતિનું કામ નથી. તમે કહો કે આગામી છ મહિના સુધી તને રજા આપી. પછી જુઓ એ કેવી સ્માઇલ આપે છે. મને આ વાત કહેવામાં મારી જાત પર ગર્વ છે કે હું મારી લાઇફના તમામ પુરુષોની સંભાળ રાખું છું. કોઈ પણ હોય, કારણ કે તમે જે વિશ્વાસ અરસપરસ વહેંચો છે, તેનાથી મને લાગે છે કે હું રસોઈ બનાવીને મારી લાગણીઓને વ્યક્ત કરી શકું છું. મને લાગે છે કે મારી તરફથી સૌથી વધારે પ્રેમ છે. પરંતુ રસોઈ બનાવવા ઉપરાંત પણ ઘણી બાબતો હોય છે અને તે તમે તમારા પરિવારને, પાર્ટનરને ઑફર કરી શકો છો.'

સોનાલીએ કહ્યું હતું કે જે મહિલાઓ રિઝર્વેશન માગે છે તે અલગ વાત છે. તે સરકારની જવાબદારી છે, પરંતુ આપણી પણ કેટલીક જવાબદારી છે અને આપણે તે નિભાવવી જોઈએ.
સોનાલીએ કહ્યું હતું કે જે મહિલાઓ રિઝર્વેશન માગે છે તે અલગ વાત છે. તે સરકારની જવાબદારી છે, પરંતુ આપણી પણ કેટલીક જવાબદારી છે અને આપણે તે નિભાવવી જોઈએ.

આ નિવેદનનો સો.મીડિયામાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોનાલીએ સો.મીડિયામાં માફી માગતી પોસ્ટ શૅર કરી હતી.

સોનાલીએ કહ્યું હતું, 'ડિયર ઓલ. તમારી પ્રતિક્રિયાથી અભિભૂત છું. હું મીડિયા અને પ્રેસનો ખાસ આભાર માનું છું. એક મહિલા હોવાને કારણે હું કહેવા માગીશ કે મારો ઈરાદો બીજી મહિલાને ઠેસ પહોંચાડવાનો નહોતો. ખરી રીતે તો મેં મારા સમર્થનમાં વારંવાર મારી જાતને એક્સપ્રેસ કરી છે. હું વખાણ કે ટીકા કરવા માટે વ્યક્તિગત રીતે મારી પાસે આવનાર તમામનો આભાર માનું છું કે આપણે વિચારોને ખુલ્લા મનથી આદાન-પ્રદાન કરી શકીએ. હું મારી ક્ષમતા પ્રમાણે, માત્ર મહિલાઓ સાથે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતિનો વિચાર કરીને મારા વિચારો શૅર કરવાનો પ્રયાસ કરી રહી છું.

સોનાલીએ માફી માગી હતી.
સોનાલીએ માફી માગી હતી.

આ ઘટનાએ ઘણું શીખવ્યું
વધુમાં સોનાલીએ કહ્યું હતું, 'જ્યારે મહિલાઓ પોતાની નબળાઈ અને જ્ઞાનને નિષ્પક્ષ રીતે જોતા શીખશે ત્યારે સમગ્ર માનવજાત તાકતવર થઈ શકશે. જો આપણે દયાળું હોઈશું તો આપણે સ્વસ્થ અને ખુશહાલ સમાજ બનાવી શકીશું. જો અજાણતા મારા કારણે કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું દિલથી માફી માગુ છું. મને ચર્ચામાં રહેવું ગમતું નથી અને સેન્ટર ઑફ ન્યૂઝ બનવું નથી. હું આશાવાદી છું અને મારો વિશ્વાસ છે કે જીવન ખરેખર સુંદર છે. તમારી ધીરજ ને સપોર્ટ માટે આભાર. મેં આ ઘટનામાંથી ઘણું શીખ્યું છે.'

અન્ય સમાચારો પણ છે...