ટિપ્સ / સોનાલી બેન્દ્રેએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 3 ઉપાય શેર કર્યા, કેન્સર સમયે આ ટિપ્સ અજમાવી હતી

Sonali Bendre shares ‘secret formula’ for sturdy immunity, says it helped her avoid infections during cancer
X
Sonali Bendre shares ‘secret formula’ for sturdy immunity, says it helped her avoid infections during cancer

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 07:49 PM IST

મુંબઈ. કોરોના વાઇરસથી બચવા માટે કોઈપણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જોઈએ. આવામાં સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાય જણાવતો એક વીડિયો શેર કર્યો છે.

સોનાલીએ કેપ્શનમાં લખ્યું કે, આ કઠિન સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે સ્ટ્રોંગ રોગપ્રતિકારક શક્તિ હોવી કેટલી મહત્ત્વની છે. કેન્સર સામે લડવા સમયે મેં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણું રિસર્ચ કર્યું હતું. ત્યારબાદ મેં એક ઉપાયની શરૂઆત કરી જે હવે આદત બની ગઈ છે. આ સ્ટેપ્સ ઘણા સરળ છે અને હું આને અજમાવી ચૂકી છું. કિમોથેરાપી દરમ્યાન હું આના કારણે ઇન્ફેક્શનથી બચી હતી અને મને લાગે છે કે આ સિક્રેટ ફોર્મ્યુલા તેના માટે જવાબદાર છે. આ હું તમારી સાથે શેર કરું છું, આશા છે કે તમને પણ આ મદદરૂપ થશે.

સોનાલીએ વીડિયોમાં ત્રણ સ્ટેપ્સ પર ફોકસ કર્યું છે. પહેલા સ્ટેપમાં તેણે વરાળ લેવાનું કહ્યું, બીજા સ્ટેપમાં એક ગ્લાસ ગરમ પાણી. ત્રીજા સ્ટેપમાં પાલક, અખરોટ, આમળા, ગાજર, હળદર, આદુ, બદામ વગેરેને મિક્સ કરી શેક બનાવ્યો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી