વેકેશન Pics:સોનાક્ષીનો સિંહાનો બિકીની ટોપમાં સિઝલિંગ અંદાજ, માલદીવમાં એન્જોય કરી રહી છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનાક્ષીએ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા પોતાના બિન્દાસ એટીટ્યૂડ માટે જાણીતી છે. હાલ સોનાક્ષી માલદીવમાં વેકેશન મનાવી રહી છે. સોનાક્ષીએ સો.મીડિયામાં માલદીવની તસવીરો શૅર કરી હતી.

વેકેશનની તસવીરો શૅર કરી
સોનાક્ષી માલદીવમાં બીચ પર રિલેક્સ કરતી હોય તેમ જોવા મળે છે. સોનાક્ષી વ્હાઇટ બિકીની ટોપ તથા શોર્ટ્સમાં જોવા મળી હતી. આ સાથે જ સોનાક્ષીએ શ્રગ પણ પહેર્યું હતું. એક્ટ્રેસે ઓપન હેર તથા લાઇટ મેકઅપ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો.

ઝહીર સાથે સંબંધો હોવાની ચર્ચા
સોનાક્ષી સિંહાના સંબંધો ફિલ્મ 'નોટબુક' ફૅમ એક્ટર ઝહીર ઈકબાલ સાથે હોવાની ચર્ચા છે. જોકે સોનાક્ષીએ કહ્યું હતું કે ઝહીર માત્ર ને માત્ર તેનો સારો મિત્ર છે.

હાલમાં જ સોનાક્ષીએ બોલિવૂડમાં 11 વર્ષ પૂર્ણ કર્યાં
સોનાક્ષીએ તાજેતરમાં જ બોલિવૂડમાં 11 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. સોનાક્ષી સિંહા છેલ્લે અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી. સોનાક્ષી હવે ફિલ્મ 'ડબલ XL'માં જોવા મળશે.