રિએક્શન:સલમાન સાથે લગ્નની અફવાઓ પર સોનાક્ષી સિંહાએ મૌન તોડ્યું, કહ્યું- મૂર્ખ લોકો અસલી અને ફેક ફોટો વચ્ચેનું અંતર નથી સમજી શકતા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજી સુધી આ વિશે સલમાન ખાનનું નિવેદન સામે નથી આવ્યું

એક્ટર સલમાન ખાન અને સોનાક્ષી સિંહાની છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ફેક વેડિંગ ફોટોઝ વાઈરલ થઈ રહી છે. આ ફોટોઝ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેએ ચોરીછૂપીથી લગ્ન કરી લીધા છે. આ ફોટોશોપ્ડ ફોટોઝ અને લોકોના દાવા પર હવે સોનાક્ષી સિંહાનું રિએક્શન સામે આવ્યું છે. સોનાક્ષીએ લોકોની મજાક ઉડાવી અને કહ્યું કે શું લોકો એટલા મૂર્ખ છે કે તેઓ ફોટોશોપ્ડ અને અસલી ફોટો વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.

સોનાક્ષી સિંહાનું રિએક્શન
સોનાક્ષી સિંહાએ એક ફેક વેડિંગ પોસ્ટ પર રિએક્ટ કરતા લખ્યું, શું તમે લોકો એટલા મૂર્ખ છો જે રિયલ અને ફોટોશોપ્ડ ફોટો વચ્ચેનું અંતર નથી સમજી શકતા. પોતાની આ કમેન્ટની સાથે સોનાક્ષી સિંહાએ સ્માઈલી ઈમોજી પણ શેર કર્યું છે. આ ફેક ફોટોઝ પર હવે સોનાક્ષીનું રિએક્શન આવી ગયું છે, પરંતુ સલમાનની તરફથી હજી સુધી કોઈ નિવેદન સામે નથી આવ્યું.

સોનાક્ષીએ આ ફોટો પર કમેન્ટ કર્યા પછી તેના એક ફેને લખ્યું, "તમે રિપ્લાય કેમ કરી રહ્યા છો?" એક બીજા યુઝરે લખ્યું, "તે અટેન્શન ઈચ્છે છે અને તમે તેને આપી રહ્યા છો." એક અન્ય યુઝરે લખ્યું, "મને ખુશી છે કે તમે આના પર વાત કરી, આ પ્રકારના ગોસિપ પેજને બંધ કરી દેવું જોઈએ."

ફોટોશોપ્ડ છે સલમાન-સોનાક્ષીનો ફોટો
વાઈરલ ફેક ફોટોઝમાં સલમાન દુલ્હનના શૂટમાં ઊભેલી સોનાક્ષીને વીંટી પહેરાવતો જોવા મળી રહ્યો છે. સોનાક્ષીની માંગમાં સિંદૂર પણ દેખાઈ રહ્યું છે. તેમજ સલમાન વ્હાઈટ શર્ટ અને ક્રીમ કલરના શૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. વાઈરલ ફોટોને ધ્યાનથી જોવામાં આવે તો તરત જ ખ્યાલ આવશે કે એ તસીવર ફોટોશોપ્ડ કરેલી છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સલમાન યુલિયા વંતૂરને ડેટ કરી રહ્યો છે. તેમજ સોનાક્ષીનું નામ એક્ટર ઝહીર ઈકબાલની સાથે જોડાઈ રહ્યું છે.

સોનાક્ષી તથા ઝહીર ઈકબાલ.
સોનાક્ષી તથા ઝહીર ઈકબાલ.

ઝહીર ઈકબાલ સાથે સંબંધો હોવાની ચર્ચા
સોનાક્ષી સિંહાના સંબંધો ફિલ્મ 'નોટબુક' ફૅમ એક્ટર ઝહીર ઈકબાલ સાથે જોવાની ચર્ચા છે. જોકે સોનાક્ષીએ કહ્યું હતું કે ઝહીર માત્ર ને માત્ર તેનો સારો મિત્ર છે. તેઓ ફિલ્મ 'ડબલ XL'માં સાથે કામ કરી રહ્યાં છે.

સલમાન તથા સોનાક્ષી ખાસ મિત્રો છે.
સલમાન તથા સોનાક્ષી ખાસ મિત્રો છે.

સોનાક્ષીએ 'દબંગ'થી કરિયરની શરૂઆત કરી હતી
સોનાક્ષી અને સલમાન સારા મિત્રો છે. સોનાક્ષીએ 2010માં સલમાનની ફિલ્મ 'દબંગ'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેના પછી તે 'રાઉડી રાઠોર', 'દબંગ 2', 'લુટેરા', 'બુલેટ રાજા', 'હોલિડે', 'તેવર', 'અકીરા', 'કલંક', 'ખાનદાની શફાખાના', 'દબંગ 3', 'મિશન મંગલ', જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સોનાક્ષી છેલ્લે અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.