સિંહા પરિવારમાં ઢોલ ઢબૂકશે?:સોનાક્ષી લેટેસ્ટ તસવીરોમાં ડાયમંડ રિંગ સાથે જોવા મળી, શું એક્ટ્રેસે સગાઈ કરી લીધી?

મુંબઈ3 મહિનો પહેલા
  • સોનાક્ષીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી

સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ સો.મીડિયામાં ત્રણ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સોનાક્ષી સિંહા ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે. સોનાક્ષી સિંહાએ તસવીરો શૅર કરતાં જ ચર્ચા થવા લાગી કે તેણે સગાઈ કરી લીધી છે. સોનાક્ષીએ તસવીરોમાં પાર્ટનરનો ચહેરો પણ બતાવ્યો નથી.

સોનાક્ષીએ તસવીરો શૅર કરી
સોનાક્ષીએ ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મારા માટે મોટો દિવસ. મારું એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે અને હું તમારી સાથે આ વાત શૅર કરવા માટે ઉત્સુક છું....'

સોનાક્ષીએ સાચે જ સગાઈ કરી લીધી?
સોનાક્ષીએ આ તસવીરો શૅર કરતાં જ ચાહકો તથા સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી. જોકે સોનાક્ષીએ રિયલમાં કોઈ સગાઈ કરી નથી.એક્ટ્રેસે સો.મીડિયામાં જે ત્રણ તસવીર શૅર કરી એ માત્ર ને માત્ર પ્રમોશનલ એક્ટિવિટીનો એક ભાગ છે.

ઝહીર સાથે સોનાક્ષી.
ઝહીર સાથે સોનાક્ષી.

ઝહીર ઈકબાલ સાથે અફેર હોવાની ચર્ચા
સોનાક્ષી સિંહા તથા ઝહીર ઈકબાલ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. જોકે એક ઇન્ટરવ્યુમાં ઝહીરે કહ્યું હતું કે આ વાત ખાસ્સા સમયથી ચર્ચાઈ રહી છે, જોકે હવે તેને આનાથી કોઈ ફેર પડતો નથી. તમે આ અંગે વિચારો છો તો વિચારો. જો તમને આ વાત ખુશી આપતી હોય તો તમે આ વિચારી શકો છે.

સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'દહાડ'થી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. આ ઉપરાંત તે ઝહીર ઈકબાલ તથા હુમા કુરૈશી સાથે 'ડબલ XL' ફિલ્મમાં જોવા મળશે.