તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલમાનની Ex GFનો આક્ષેપ:સોમી અલી 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતી, કહ્યું- 'તેણે મને છેતરી, મેં 5 વર્ષ સુધી તેની સાથે વાત કરી નહોતી'

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ વિશ્વાસઘાતનો આક્ષેપ મૂક્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સોમી અલીએ સલમાન સાથેના સંબંધો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'તેની સાથે બ્રેકઅપને 20 વર્ષ થઈ ગયા છે. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને મેં બ્રેકઅપ કર્યું અને તેને છોડી દીધો. સિમ્પલ વાત છે.' સોમીએ એમ પણ કહ્યું હતું કે બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે, પરંતુ તેણે સલમાન સાથે 5 વર્ષ સુધી વાત કરી નહોતી.

બોલિવૂડમાં કામ કરવા માટે ભારત આવી નહોતી
સોમી અલી પાકિસ્તાનની મૂળની અમેરિકન એક્ટ્રેસ છે. 90ના દાયકામાં તેણે બોલિવૂડની ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. આ સમયે સલમાન તથા સોમી અલી એકબીજાને ડેટ કરતા હતા. બંનેના સંબંધો 8 વર્ષ સુધી ચાલ્યા હતા. ઝૂમ ડિજિટિલ સાથેની વાતચીતમાં સોમીએ કહ્યું હતું, 'હું ભારત બોલિવૂડમાં કામ કરવા માટે નહોતી આવી. જ્યારે મેં મારા પૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું તો મારા માટે ત્યાં કંઈ જ બાકી રહ્યું નહોતું.'

સલમાન પાસેથી કંઈ ના શીખી
સોમીના મતે, તે સલમાન પાસેથી કંઈ શીખી નથી, પરંતુ તેના પેરેન્ટ્સ પાસેથી ઘણી સારી વાતો શીખી છે. એક્ટ્રેસે કહ્યું હતું, 'સૌથી મોટી વાત એ શીખી કે તેમણે ક્યારેય કોઈનો ધર્મ જોયો નથી. તમામ સાથે એક સરખો વ્યવહાર કર્યો છે. તેમનું ઘર દરેક માટે ખુલ્લું છે. ખાસ કરીને મને સલમા આંટીએ ઘણો જ પ્રેમ કર્યો હતો.'

સલમાનનો ક્રશ ભારત સુધી લઈ આવ્યો
બોલિવૂડમાં કરિયર બનાવવા નહીં, પરંતુ સલમાન ખાન પરનો ક્રશ સોમીને ભારત સુધી ખેંચી લાવ્યો હતો. 1991-1997ની વચ્ચે તેણે 'અંત', 'કિશન અવતાર', 'તીસરા કૌન', 'આંદોલન', 'અગ્નિચક્ર' જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે.

'મૈંને પ્યાર કિયા' જોઈનો સોમી એક્ટર સલમાન પર ફિદા થઈ
સોમી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેણે સલમાનની 'મૈંને પ્યાર કિયા' જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. સલમાન સાથે લગ્ન કરવાની ઈચ્છાએ સોમી મુંબઈ આવી. અહીંયા આવીને તે કામ શોધવા લાગી. આ દરમિયાન એક સ્ટૂડિયોમાં સોમીની મુલાકાત સલમાન સાથે થઈ હતી. 8 વર્ષ સુધી સોમી તથા સલમાન રિલેશનશિપમાં રહ્યા હતા. બંનેએ ફિલ્મ 'બુલંદ'માં કામ કર્યું હતું, પરંતુ આજ સુધી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.

ઐશ્વર્યાને કારણે સંબંધો તૂટ્યા
એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે, ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, 'જ્યારે હું ટીનેજર હતી, ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્રને માત્ર ફિલ્મમાં કામ કર્યું.' 1997માં સલમાનની નિકટતા 'હમ દિલ દે ચૂક સનમ'ના સેટ પર ઐશ્વર્યા તથા સલમાનની નિકટતાને કારણે સોમી સાથેના સંબંધો તૂટ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો