સલમાનના બીજા ભાઈના પણ ડિવોર્સ:સોહેલ ખાન લગ્નના 24 વર્ષ બાદ પત્ની સીમાને છૂટાછેડા આપશે, ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા

મુંબઈ7 દિવસ પહેલા
  • સોહેલે ખાને 1998માં ભાગીને સીમા સાથે લગ્ન કર્યા હતા

સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ સોહેલ ખાન પણ ડિવોર્સ લેવાનો છે. આજે એટલે કે 13 મેના રોજ સોહેલ ખાન મુંબઈની ફેમિલી કોર્ટમાં જોવા મળ્યો હતો. સોહેલે 1998માં સીમા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોહેલ તથા સીમા ખાન ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી માટે આવ્યા હતા. બંનેએ એકબીજા સાથે સહજતાથી વાત કરી હતી.

ફેમિલી કોર્ટમાં સોહેલ તથા સીમા.
ફેમિલી કોર્ટમાં સોહેલ તથા સીમા.

ભાગીને લગ્ન કર્યા હતા
સોહેલ ખાન ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના શૂટિંગ દરમિયાન સીમા સચદેવને મળ્યો હતો. સીમા દિલ્હીની છે. જોકે, ફેશન ડિઝાઇનરમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સોહેલને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંને જલ્દીથી લગ્ન કરવા માગતા હતા. જોકે, સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. આથી જ બંનેએ ભાગીને અડધી રાત્રે નિકાહ માટે મૌલવીને ઉઠાડ્યા હતા અને પછી નિકાહ કર્યા હતા. નિકાહ બાદ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. સીમા ખાન તથા સોહેલને બે દીકરાઓ છે, નિર્વાણ તથા યોહાન.

છેલ્લાં ઘણાં સમયથી અલગ રહે છે
2017માં બંને ડિવોર્સ લેશે તેવી ચર્ચા થઈ હતી. જોકે, તે સમયે બંનેએ ડિવોર્સ લીધા નહોતા અને અલગ થઈ ગયા હતા. વેબ સિરીઝ 'ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ'માં સીમા તથા સોહેલ અલગ અલગ રહે છે, તે વાત બતાવવામાં આવી હતી. બંને બાળકો માટે એકબીજાના ઘરે જતા હોય છે.

બંને દીકરાઓ સાથે સોહેલ-સીમા.
બંને દીકરાઓ સાથે સોહેલ-સીમા.

સીમા ખાને કહ્યું હતું કે તમારી ઉંમર વધે છે, પરંતુ સંબંધો અલગ જ દિશામાં આગળ વધે છે. તેને આ વાતનો કોઈ અફસોસ નથી. તેઓ ખુશ છે અને તેના બાળકો પણ ખુશ છે. સોહેલ તથા તે હવે સાથે નથી, પરંતુ તેઓ એક જ પરિવારના છે. તેઓ સાથે છે.

સોહેલે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું
20 ડિસેમ્બર, 1970માં જન્મેલા સોહેલે કરિયરની શરૂઆત ડિરેક્ટર તરીકે કરી હતી. તેણે 1997માં ફિલ્મ 'ઔઝાર' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, સંજય કપૂર તથા શિલ્પા શેટ્ટી હતા. ત્યારબાદ તેણે 'પ્યાર કિયા તો ડરના ક્યા' ડિરેક્ટ કરી હતી. 2002માં 'મૈંને દિલ તુઝકો દિયા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સમીરા રેડ્ડી હતી.

હુમા કુરૈશી સાથે સોહેલ.
હુમા કુરૈશી સાથે સોહેલ.

હુમા કુરૈશી સાથે અફેર હોવાની ચર્ચા
સોહેલ ખાન તથા એક્ટ્રેસ હુમા કુરૈશી વચ્ચે અફેર હોવાની ચર્ચા ખાસ્સા સમયથી થઈ રહી છે. જોકે, સોહેલ તથા હુમાએ તેમની વચ્ચે અફેર ના હોવાની સ્પષ્ટતા ઘણીવાર કરી છે. હુમાએ કહ્યું હતું કે સોહેલ તેનો સારો ફ્રેન્ડ છે.

અરબાઝ તથા મલાઈકા.
અરબાઝ તથા મલાઈકા.

અરબાઝ ખાને પણ ડિવોર્સ લીધા
ઉલ્લેખનીય છે કે સલમાનના બીજા ભાઈ અરબાઝ ખાને પણ પત્નીને ડિવોર્સ આપ્યા છે. અરબાઝ તથા મલાઈકાએ 1998માં લગ્ન કર્યા હતા અને 2017માં બંનેના ડિવોર્સ થયા હતા. મલાઈકાના સંબંધો એક્ટર અર્જુન કપૂર સાથે છે, જ્યારે અરબાઝના સંબંધો જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે છે.