ક્રૂઝ ડ્રગ પાર્ટી:સો.મીડિયા યુઝર્સ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીનના વિરોધમાં, ટ્રેન્ડ થયું #NoBailOnlyJail

મુંબઈ3 દિવસ પહેલા

શાહરુખ ખાનનો દીકરો 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનની કૉર્ડિએલા ક્રૂઝમાં ચાલતી હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટીમાંથી પહેલાં અટકાયત કરવામાં આવી હતી અને પછી ધરપકડ થઈ હતી. હાલમાં તે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. મેટ્રોપૉલિટન કોર્ટમાં આર્યનની જામીન અરજી ફગાવવામાં આવી હતી. આજે 13 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સો.મીડિયા યુઝર્સે જામીન વિરુદ્ધ #NoBailOnlyJail ટ્રેન્ડ કરાવ્યું હતું.

એક સો.મીડિયા યુઝરે કહ્યું હતું, VIP (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) કલ્ચર બંધ થવું જોઈએ. શાહરુખ કોઈ સંત નથી. અન્ય એકે કહ્યું હતું, જો જામીન મળ્યા છે તો તેનાથી અન્ય ડ્રગ્સ પેડલર્સને હિંમત મળશે અને આ આપણાં સમાજ માટે ભયજનક છે. દરેક ડ્રગ એડિક્ટે જેલમાં હોવું જોઈએ, જેથી આપણું ડ્રગ કલ્ચર સમાજમાંથી પૂરી રીતે દૂર થઈ જાય. ડ્રગીવૂડે હોલિવૂડ પાસેથી કંઈક શીખવાની જરૂર છે.

એક યુઝરે કહ્યું હતું, સામાન્ય વ્યક્તિ તથા સ્ટાર કિડ માટે સજા એક સમાન હોવી જોઈએ. સેલિબ્રિટીને કોઈ વિશેષાધિકાર મળવા જોઈએ નહીં. આ નવું ભારત છે. એકે લખ્યું હતું, સરકારે આનાથી એક ઉદાહરણ કાયમ કરવાની જરૂર છે.