ચાહકો ઓવારી ગયા:મુંબઈ એરપોર્ટ પર CISFના જવાને સલમાન ખાનને રોક્યો, સો.મીડિયા યુઝર્સે કહ્યું- આપણાં જવાનને સેલ્યુટ

મુંબઈ2 મહિનો પહેલા
  • સલમાન ખાન ફિલ્મ 'ટાઇગર 3'ના શૂટિંગ અર્થે રશિયા ગયો છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના જવાને અટકાવ્યો હતો. સલમાન ખાન રશિયામાં ફિલ્મ 'ટાઇગર 3'ના શૂટિંગ માટે ગયો છે. સલમાનની સાથે કેટરીના કૈફ પણ હતી. સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં સલમાન ખાન જ્યારે એરપોર્ટની એન્ટ્રી ગેટ આગળ આવે છે, ત્યારે CISFનો જવાન તેને અટકાવીને તેનું આઇડેન્ડિટી કાર્ડ માગે છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં સલમાન ખાન એરપોર્ટ આવે છે. તે જેવો કારમાંથી નીચે આવે છે, ચાહકોની ભીડ જમા થઈ જાય છે. સલમાન ખાન થોડીવાર ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપે છે. ત્યારબાદ તે એરપોર્ટની અંદર જાય છે. જોકે, અહીંયા CISFના જવાને દરવાજા આગળ સલમાનનું આઇડેન્ડિટી કાર્ડ ચેક કરવા માગ્યું હતું. આટલું જ નહીં તે ફોટોગ્રાફર્સને પણ દૂર જવાનું કહે છે.

એરપોર્ટ પર સલમાન ખાન-કેટરીના કૈફ

સો.મીડિયામાં CISF જવાનની પ્રશંસા થઈ
આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે CISFના જવાનની પ્રશંસા કરી હતી. એક યુઝર્સે કહ્યું હતું કે તે સલમાન ખાનનો ચાહક નથી, પરંતુ તેને સૌથી સારી વાત એ લાગી જ્યારે CISF સબ ઇન્સ્પેક્ટરે સલમાનને અટરાવ્યો. જવાનને સેલ્યુટ, તેણે પોતાની ડ્યૂટી બજવી. અન્ય એક ચાહકે કહ્યું હતું કે સેલ્યુટ CISF અધિકારીને. તો અન્ય એકે કમેન્ટ કરી હતી કે CISF જવાને વેરિફિકેશન વગર સલમાનને અંદર જવા દીધો નહીં. આપણાં જવાનને બહુ જ બધો પ્રેમ.

કેટલાંક જવાનના ગુડ લુક્સના વખાણ કર્યાં
કેટલાંક યુઝર્સે CISFના જવાનના ગુડ લુકિંગના વખાણ કર્યાં હતાં. કેટલાંકે કહ્યું હતું કે CISF ઇન્સ્પેક્ટર બહુ જ હેન્ડસમ દેખાય છે. તો કેટલાંક CISF જવાનને બોલિવૂડ સ્ટાર જેટલો જ હેન્ડસમ હોવાનું કહ્યું હતું.

45 દિવસ શૂટિંગ કરશે
સલમાન ખાન, કેટરીના કૈફ ઉપરાંત ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ છે. ઈમરાન આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. આ ત્રણેય સૌ પહેલાં રશિયામાં શૂટિંગ કરશે. ત્યારબાદ યુરોપના પાંચ અલગ અલગ દેશોમાં શૂટિંગ કરશે. આ ત્રણ કલાકારો ઉપરાંત રણવીર શૌરી, આશુતોષ રાણા સહિત 150 ક્રૂ મેમ્બર્સ પણ સાથે છે. આ ફિલ્મમાં સલમાન ખાન ભારતનો ટાઇગર બન્યો છે અને ઈમરાન હાશ્મી પાકિસ્તાનનો ટાઇગર છે. બંને વચ્ચે જબરજસ્ત એક્શન સીન્સ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે 'એક થા ટાઇગર' કબીર ખાને ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ આ ફિલ્મની સીક્વલ 2017માં 'ટાઇગર જિંદા હૈ' આવી હતી. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી હતી. મનીષ શર્માએ 'ટાઇગર 3'ને ડિરેક્ટ કરશે.

45 દિવસ બાદ સલમાન 'બિગ બોસ'નું શૂટિંગ કરશે

સલમાન ખાન 'ટાઇગર 3'ના શૂટિંગ બાદ ભારત આવીને સલમાન ખાન 'બિગ બોસ'ના શૂટિંગમાં વ્યસ્ત થશે. આ શોના શૂટિંગ બાદ સલમાન ખાન 'ભાઈજાન' તથા 'બ્લેક ટાઇગર'નું શૂટિંગ કરશે. આ ઉપરાંત સલમાન ડિરેક્ટર સૂરજ બરજાત્યા તથા સાજિદ નડિયાદવાલાની એક-એક ફિલ્મનું શૂટિંગ કરશે.