તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:'સ્લમડોગ મિલિયોનર' ફૅમ ફ્રીડા પિન્ટો લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી

લોસ એન્જલસ3 મહિનો પહેલા
  • ફ્રીડાએ ફોટોગ્રાફર કૉરી સાથે નવેમ્બર, 2019માં સગાઈ કરી હતી

'સ્લમડોગ મિલિયોનર' ફૅમ એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો પ્રેગ્નન્ટ છે. ફ્રીડાએ ફિયાન્સ કૉરી ટ્રેન સાથે તસવીર શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યો છે. ફ્રીડાએ કૉરી સાથે 2019માં સગાઈ કરી હતી અને બંનેએ હજી સુધી લગ્ન કર્યા નથી.

બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી

ફ્રીડાએ મંગેતર સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'બેબી ટ્રેન આવવાનો છે.' ફ્રીડાએ ગુડ ન્યૂઝ શૅર કર્યા પછી ચાહકો તથા સેલેબ્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

2019માં સગાઈ કરી

ફ્રીડા તથા કૉરીએ નવેમ્બર, 2019માં સગાઈ કરી હતી. કૉરી એડવેન્ચર ફોટોગ્રાફર છે. ઉલ્લેખનીય છે કે ફ્રીડાના સંબંધો પહેલા 'સ્લમડોગ..'ના કો-સ્ટાર દેવ પટેલ સાથે હતા. છ વર્ષ બાદ બંને ડિસેમ્બર, 2014માં અલગ થયા હતા. બે વર્ષ બાદ ફ્રીડાનું અફેર પોલો પ્લેયર રોન્ની સાથે હતું. જોકે, આ સંબંધો લાંબા ટક્યા નહોતા. ત્યારબાદ ફ્રીડાના સંબંધો કૉરી સાથે હતા.

મુંબઈમાં જન્મ

ફ્રીડા ઇન્ડિયન એક્ટ્રેસ છે. જોકે, તે અમેરિકન તથા બ્રિટિશ ફિલ્મમાં કરે છે. મુંબઈમાં જન્મેલી ફ્રીડાને નાનપણથી જ એક્ટ્રેસ બનવું હતું. ફ્રીડાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પછી ફ્રીડાએ મોડલિંગ કર્યું હતું અને ટીવી પ્રેઝેન્ટર તરીકે પણ કામ કર્યું હતું.