વાઇરલ:પપ્પા વિરાટ કોહલીને ચિઅર કરવા વામિકા મમ્મી અનુષ્કા શર્મા સાથે સ્ટેડિયમ આવી

મુંબઈ5 મહિનો પહેલા
  • અનુષ્કા શર્મા હાલમાં દીકરી સાથે સાઉથ આફ્રિકામાં છે

ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચ તથા ત્રણ વનડે મેચ રમવાની છે. અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે પતિ વિરાટ કોહલી સાથે સાઉથ આફ્રિકા ગઈ છે. સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે (30 ડિસેમ્બર)એ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ છે. ચોથા દિવસે અનુષ્કા દીકરીને લઈને સ્ટેડિયમમાં આવી હતી. જોકે, અનુષ્કાની દીકરીનો ચહેરો દેખાતો નહોતો.

વામિકા મમ્મી અનુષ્કાના ખોળામાં હતી
સ્ટેડિયમમાં અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે સ્ટેન્ડમાં બેઠી હતી. અનુષ્કાએ દીકરીને ખોળામાં બેસાડી હતી. વામિકા વ્હાઇટ રંગના ફ્રોકમાં હતી. વામિકાનો ચહેરો દેખાતો નથી. અનુષ્કા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.

મુંબઈ એરપોર્ટ પર વામિકાનો ચહેરો જોવા મળ્યો હતો
ટીમ ઇન્ડિયા 16 ડિસેમ્બરના રોજ મુંબઈથી સાઉથ આફ્રિકના પ્રવાસે રવાના થઈ હતી. વિરાટ કોહલી બસમાંથી નીચે ઉતર્યો તો તેણે તરત જ ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેઓ બેબી વામિકનો ફોટો ક્લિક ના કરે. જોકે, વિરાટ બોલે તે પહેલાં જ વામિકાનો ચહેરો ફોટોગ્રાફર્સે કેપ્ચર કરી લીધો હતો. અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો.

ફોટો મીડિયામાં આવતા અનુષ્કાએ આ વાત કહી હતી
દીકરીનો ચહેરો મીડિયામાં આવતા અનુષ્કાએ કહ્યું હતું, 'મોટાભાગના મીડિયાએ વામિકાની તસવીર તથા વીડિયો પબ્લિશ કર્યા નથી અને અમે તે માટે ફોટોગ્રાફર્સના આભારી છીએ. જે મીડિયાએ વામિકાનો વીડિયો ને તસવીર લીધી તેમને પેરેન્ટ્સ તરીકે અમે વિનંતી કરીએ છીએ કે તેઓ ભવિષ્યમાં આમ ના કરે. અમે અમારા બાળક માટે પ્રાઇવસી ઈચ્છી છીએ અને તેને સોશિયલ મીડિયા તથા મીડિયાથી દૂર રાખવા માગીએ છીએ.'

હંમેશાં ચહેરો છુપાવીને રાખે છે
અનુષ્કાએ આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી જ વિરાટ તથા અનુષ્કાએ લાડલીનો ચહેરો છુપાવીને રાખ્યો છે. તેમણે આજ સુધી જેટલી પણ તસવીરો શૅર કરી તેમાં ક્યાંય વામિકાનો ચહેરો દેખાતો નથી. સો.મીડિયા કે પછી પબ્લિક અપીયરન્સમાં પણ વામિકાનો ચહેરો દેખાયો નથી. નોંધનીય છે કે અનુષ્કાએ 2021માં 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...