સોનુ સૂદ માટે સ્પેશિયલ મોમેન્ટ:પોતાની તસવીરવાળા એરક્રાફ્ટમાં બેસીને એક્ટરે કહ્યું, 'જૂના દિવસો યાદ આવી ગયા, જ્યારે રિઝર્વ ટિકિટ વગર મુંબઈ આવ્યો હતો'

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ, 2021માં સ્પાઇસજેટે પોતાના એક એરક્રાફ્ટ પર સોનુ સૂદની તસવીર લગાવી હતી

કોરોનાકાળમાં સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકો તથા પરપ્રાંતીય શ્રમિકોને મદદ કરી હતી. સોનુએ શ્રમિકોને વતન પહોંચડ્યા હતા. સોનુ સૂદ આ જ કારણે ચાહકોમાં મસીહા તરીકે લોકપ્રિય થયો છે. સોનુ સૂદના આ કામની પ્રશંસા કરીને માર્ચ, 2021માં એરલાઇન કંપની સ્પાઇસજેટે પોતાના એક એરક્રાફ્ટ પર સોનુ સૂદની તસવીર લગાવી હતી અને સાથે જ લખ્યું હતું, 'સેવિયર સોનુ સૂદને સલામ.' હવે સોનુ સૂદ પોતાની તસવીર લગાવેલા આ એરક્રાફ્ટમાં પહેલીવાર બેઠો હતો અને સોશિયલ મીડિયામાં સોનુ સૂદે આ અંગેનો વીડિયો પણ શૅર કર્યો હતો.

વીડિયોમાં શું કહ્યું સોનુ સૂદે?
સોનુ સૂદ એરક્રાફ્ટમાંથી ઉતરતો હોય છે અને બોલે છે, 'સ્પાઇસજેટને કારણે આ સફર ઘણી જ સ્પેશિયલ રહી હતી. પેન્ડેમિક દરમિયાન મારી તસવીર એરક્રાફ્ટ પર લગાવીને મને સન્માન આપવામાં આવ્યું હતું. આ તસવીરો મેં તે સમયે જોઈ હતી. હું ત્યારથી જ આ એરક્રાફ્ટમાં ટ્રાવેલ કરવાનું વિચારતો હતો અને અંતે આજે આ વાત શક્ય બની. આ ક્ષણ મારા માટે ઘણી જ ખાસ રહી છે. આ તસવીર જોઈને મને મારા જૂના દિવસોની યાદ આવી ગઈ. મોંગા (પંજાબ)થી હું અનરિઝવર્ડ ટિકિટ લઈને મારું સપનું પૂરું કરવા માટે મુંબઈ આવ્યો હતો. આજે આ જોઈને મને મારા પેરેન્ટ્સની ઘણી જ યાદ આવે છે. કાશ, મારા પેરેન્ટ્સ આ જોઈ શકતા હોત અને હું તેમને આ એરક્રાફ્ટમાં સફર કરાવી શકતો હોત. હું મારા પેરેન્ટ્સને ઘણાં જ મિસ કરું છું અને તેમને વચન આપું છું કે તેમને મારી પર ગર્વ થાય તેવા કામો હું કરતો રહીશ. દરેક માઇગ્રન્ટ તથા મારી આ જર્નીમાં સામેલ દરેક વ્યક્તિઓ સાથે મળીને અનેકના ચહેરા પર હાસ્ય લાવીશું. સલામત રહો. લવ યુ ઓલ..' વીડિયોમાં પેસેન્જર્સ તથા ક્રૂ મેમ્બર્સે સોનુ સૂદ સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા.

કોરનાકાળમાં જરૂરિયાતમંદની મદદ કરી
કોરોના દરમિયાન સોનુ સૂદે મુંબઈથી શ્રમિકોને તેમના વતને મોકલ્યા હતા. આટલું જ નહીં વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પણ સોનુ સૂદ ભારત લાવ્યો હતો. આ ઉપરાંત સોનુ સૂદે કોરોના દરમિયાન ઓક્સિજન, હોસ્પિટલ કે દવાની જરૂર હોય તેવા દર્દીઓને મદદ કરી હતી.

સોનુ સૂદની બહેને કોંગ્રેસ પાર્ટી જોઇન કરી
સોનુ સૂદની બહેન માલવિકાએ થોડાં દિવસો પહેલાં જ કૉંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી. માનવામાં આવે છે કે માલવિકાને મોંગા, પંજાબની વિધાનસભા બેઠકની ટિકિટ આપવામાં આવી શકે છે. જોકે, સોનુ સૂદે એમ કહ્યું હતું કે તે બહેન માટે પ્રચાર કરશે નહીં. તે રેલી કે કેમ્પેઇન કરશે નહીં. તે લોકોની મદદ કરીને જ ખુશ છે. તે ઈચ્છે છે કે તેની બહેન પોતાના દમ પર આગળ આવે. તે એક ભાઈ તરીકે બહેનને સાથ આપશે અને તેની સાથે ઊભો રહેશે.

માલવિકાએ પંજાબના મુખ્યમંત્રી ચન્ની, નવજોત સિદ્ધુ તથા ભાઈ સોનુ સૂદની હાજરીમાં કૉંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી.
માલવિકાએ પંજાબના મુખ્યમંત્રી ચન્ની, નવજોત સિદ્ધુ તથા ભાઈ સોનુ સૂદની હાજરીમાં કૉંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી.

સોનુ સૂદના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'પૃથ્વીરાજ'માં જોવા મળશે. આ ઉપરાંત તેણે તેલુગુ ફિલ્મ 'આચાર્ય' તથા તમિળ ફિલ્મ 'થમેઝરસન'માં કામ કર્યું છે. આ ત્રણેય ફિલ્મ કોરોનાને કારણે રિલીઝ થઈ શકી નથી. આ ત્રણ ફિલ્મ ઉપરાંત સોનુ સૂદ 'ફતેહ'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મને ડિરેક્ટર અભિનંદન ડિરેક્ટ કરશે.