સુશાંત સિંહ રાજપૂતની 4 બહેનોમાંથી એક બહેન મીતુ સિંહએ રક્ષાબંધનના દિવસે ભાઈને યાદ કરી સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ કરી છે. મીતુએ તેની પ્રથમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘ભાઈ અમે હજુ પણ આઘાતમાં છીએ અને વિશ્વાસ નથી કરી શકતા કે તુ અમારી સાથે નથી. અસહનીય દુ:ખ અને એકલાપણું તુ છોડી ગયો છે, તે શબ્દોમાં નથી વર્ણવી શકાતું. મારા અનમોલ ભાઈ, મારી જાન, હું અત્યારે પણ તને ગુડ બાય નથી કહી શકતી. આપણો પવિત્ર સંબંધ હંમેશા હૃદયમાં જીવંત રહેશે. જ્યાં સુધી આપણે ફરી ન મળીએ ત્યાં સુધી હું આપણી યાદો પર હસતી અને રડતી રહીશ. અમે હંમેશા તારા પર ગર્વ કરતાં રહીશું. ’
મીતુની આ ઈમોશનલ પોસ્ટને શ્વેતા સિંહ કીર્તિએ શેર કરીને લખ્યું કે, મારી રુબી દી અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. તમે અમારી સૌથી બહાદુર બહેન છો. તે (સુશાંત) હંમેશા આપણી સાથે રહેશે. આપણે તેને અનંત સુધી પ્રેમ કરતાં રહીશું.
મીતુ 12 જૂન સુધી સુશાંત સાથે હતી
સુશાંતની બહેન મીતુ એકમાત્ર પરિવારની સભ્ય હતી કે જે 8 જૂનથી 12 જૂન સુધી સુશાંત સાથે તેના ઘરે રોકાયેલી હતી. 8 જૂને સુશાંતની લિવ ઈન પાર્ટનર રિયા ચક્રવતી ઘર છોડીને જતી રહી હતી. રિયાએ તે વાતની જાણ કરી હતી ત્યારબાદ બહેન મીતુ સુશાંતનું ધ્યાન રાખવા માટે તેના ઘરે રોકાયેલી હતી. મીતુના બાળકો નાના હોવાથી તે મુંબઈ સ્થિત તેના ઘરે પરત ફરી હતી.
મીતુના તેના ઘરે પરત ફર્યા બાદ 14 જૂને સવારે સુશાંત બેડરૂમનો દરવાજો ખોલી રહ્યો ન હતો. તેથી ફ્લેટ મેટ સિદ્ધાર્થ પીઠાણીએ મીતુને કોલ કરી સુશાંતના ઘરે બોલાવી હતી. મીતુ ઘરે આવી ત્યારબાદ દરવાજાનું લોક તોડવામાં આવ્યું તો સામે સુશાંતની ડેડબોડી પંખે લટકતી જોવા મળી હતી.
મીતુએ બિહાર પોલીસને આપેલા તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, રિયા ઘર છોડીને ગઈ ત્યારથી સુશાંત ખૂબ મુંઝાયેલો હતો. રિયાએ કહ્યું હતું કે, તે ક્યારે પણ હવે પરત નહીં ફરે. રિયા સુશાંત અને તેનો કિંમતી સામાન પણ સાથે લઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.