તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂમર્ડ કપલ વિશે બહેન બોલી:ટાઈગર-દિશાના રિલેશન પર બહેન કૃષ્ણા શ્રોફે હિન્ટ આપી કહ્યું, ‘ભાઈ પાસે કોઈ છે તે જોઇને ખુશી થાય છે’

25 દિવસ પહેલા
બંનેના રિલેશન વિશે ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફે હિન્ટ આપી
  • કૃષ્ણાએ કહ્યું, ફિટ રહેવા માટે ટાઈગર જ મને પ્રેરણા આપે છે
  • દિશા અને ટાઈગરે પોતાના રિલેશન વિશે ક્યારેય જાહેરમાં વાત કરી નથી

બોલિવૂડના રૂમર્ડ કપલ ટાઈગર શ્રોફ અને દિશા પટની ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળે છે. જો કે, બંનેએ પોતાના રિલેશન વિશે ક્યારેય જાહેરમાં વાત કરી નથી. ઘણીવાર બંને સાથે ફરતા સ્પોટ થાય છે. આ બંનેના રિલેશન વિશે ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફે હિન્ટ આપી છે.

ટાઈગર અને દિશા વિશે કૃષ્ણાએ ન્યૂઝ એજન્સી ટાઈમ્સ નાઉને કહ્યું, અમે જ્યારે પણ સાથે સમય પસાર કરીએ છીએ ત્યારે મજાક-મસ્તી કરીએ છીએ. અમારા વચ્ચે ક્યારેય કોઈ ડલ કે સીરિયસ મુમેન્ટ થતી નથી. આ એકદમ કૂલ છે. મને ખુશી છે કે મારા ભાઈ પાસે કોઈક છે. એક મિત્ર, બેસ્ટ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ કે જે પણ નામ આપવા ઇચ્છતા હોય.

ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા છે
ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા છે

વધુમાં કૃષ્ણાએ કહ્યું, કોઈની સાથે તેમને ખુશ જોવું તો મને સારું લાગે છે કારણકે ઇન્ડસ્ટ્રીમાં આ ઘણું ઓછું જોવા મળે છે. જ્યાં સુધી એ લોકો ખુશ છે, ત્યાં સુધી હું પણ ખુશ છું. તે બંને હંમેશાં સાથે રહે. અમે ભેગા થઈએ ત્યારે સારો સમય સ્પેન્ડ કરીએ છીએ. દિવસ પૂરો થાય ત્યારે હું મારા ભાઈને ખુશ જોવા માગું છું. એ ખુશ તો હું પણ ખુશ.

ઘણીવાર બંને જાહેરમાં સ્પોટ થાય છે
ઘણીવાર બંને જાહેરમાં સ્પોટ થાય છે

મારો ભાઈ મારી પ્રેરણા છે
ભાઈ સાથેના બોન્ડિંગ વિશે કૃષ્ણાએ કહ્યું, અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ અને ફિટ રહેવા માટે ટાઈગર જ મને પ્રેરણા આપે છે. બંનેના ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર સિબલિંગ ગોલ્સ સેટ કરે છે.

ભાઈ-બહેનનો ફિટનેસ ગોલ
ભાઈ-બહેનનો ફિટનેસ ગોલ

દિશાએ ડેટિંગ પર આવું કહ્યું
‘ભારત’ ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં દિશાને ટાઈગર વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, હું ઘણા સમયથી ટાઈગરને ઈમ્પ્રેસ કરવાના પ્રયત્નો કરી રહી છું. અમે બંને શરમાળ છીએ એટલે વાત આગળ વધી રહી નથી.

કૃષ્ણાનું એક્ટિંગ ડેબ્યુ
પિતા જેકી શ્રોફ અને ભાઈ ટાઈગર શ્રોફના રસ્તે ચાલી રહેલી બહેને પણ એક્ટિંગ કરિયરની શરુઆત કરી દીધી છે. કૃષ્ણા ‘કિન્ની-કિન્ની વારી’ સોંગમાં દેખાઈ હતી. આ સોંગ 1 જુલાઈએ રિલીઝ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...