જુબિન નૌટિયાલની ધરપકડની માગણી:અપકમિંગ કોન્સર્ટના ઓર્ગેનાઇઝરના નામ પર હોબાળો, જય સિંહ વોન્ટેડ ગુનેગાર છે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોપ્યુલર સિંગર જુબિન નૌટિયાલ મુશ્કેલીમાં ફસાયો છે. સો.મીડિયામાં #ArrestJubinNautiyal ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટૅગ પર હજારો પોસ્ટ કરવામાં આવી છે અને સો.મીડિયા યુઝર્સે ધરપકડ કરવાની માગણી કરી છે. વાસ્તવમાં જુબિન પોતાની અપકમિંગ કોન્સર્ટને કારણે ટ્રોલર્સના નિશાને આવ્યો છે.

અપકમિંગ કોન્સર્ટને કારણે હોબાળો
જુબિનની આગામી કોન્સર્ટનું એક પોસ્ટર સો.મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. આ પોસ્ટરમાં 23 સપ્ટેમ્બરના રોજ યોજાનારા કોન્સર્ટની માહિતી લખવામાં આવી છે. આ પોસ્ટરને રોહન સિદ્દીકી નામની વ્યક્તિએ શૅર કર્યું છે. પોસ્ટર શૅર કરીને તેણે કહ્યું હતું, 'મારો ફેવરિટ સિંગર હોસ્ટન આવી રહ્યો છે. ગ્રેટ જોબ જય સિંહ. તારા શાનદાર પર્ફોર્મન્સની રાહ જોઈ રહ્યું છું.'

જય સિંહ કોણ છે?
ઓર્ગેનાઇઝર જય સિંહને કારણે સિંગરને ટ્રોલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જય સિંહ વોન્ટેડ ગુનેગાર છે. ચંદીગઢ પોલીસ છેલ્લા 30 વર્ષથી જય સિંહને શોધી રહી છે. જય સિંહ પર ડ્રગ્સ તસ્કરી તથા વીડિયો પાઇરસી જેવા ગંભીર આરોપો છે. સો.મીડિયા યુઝર્સે આક્ષેપ કર્યો છે કે જય સિંહ આતંકવાદી ગ્રુપ ISI સાથે જોડાયેલો છે. જય સિંહ મૂળ પંજાબનો છે અને હાલમાં અમેરિકામાં રહે છે.

યુઝર્સે સિંગરની ધરપકડ કરવાની માગણી કરી
વોન્ટેડ ગુનેગારનો સંબંધ જુબિનની કોન્સર્ટ સાથે હોવાથી સો.મીડિયા યુઝર્સે #ArrestJubinNautiyal ટ્રેન્ડ કરાવ્યું હતું. યુઝર્સનો આરોપ છે કે દેશદ્રોહીની કોન્સર્ટ કરવી દેશની વિરુદ્ધ છે, આથી જુબિનની ધરપકડ કરવામાં આવે. જુબિનની સાથે યુઝર્સે બોલિવૂડને પણ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું હતું કે આ બોલિવૂડનો અસલી ચહેરો છે. બીજાએ કહ્યું હતું કે એક બ્લેક લિસ્ટેડ વ્યક્તિની સાથે કામ કરવું શરમજનક છે.

અન્ય સમાચારો પણ છે...