તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જડબાતોડ જવાબ:યુઝરે પૂછ્યું, તમામ ફેમિનિસ્ટ ક્લીવેજ કેમ બતાવે છે? સોના મોહપાત્ર બોલી- તમે તમારા મગજના ક્લીવેજની સારવાર કરાવો

મુંબઈ5 દિવસ પહેલા

પ્લેબેક સિંગર સોના મોહપાત્રે ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો હતો. ટ્રોલરે મહિલાઓ પર વાંધાજનક કમેન્ટ કરી હતી. ટ્વિટર યુઝરે ટ્વીટમાં કહ્યું હતું, 'આખરે કેમ તમામ ફેમિનિસ્ટને પુરુષો સામે લડવામાં ક્લીવેજ બતાવવી પડે છે અને તમારો ઈન્ટરવ્યૂ જોઈને મને લાગે છે કે તમે બોલી (બોલિવૂડ) ગેંગનો શિકાર છો, પરંતુ તેમ છતાંય તમે તેમની ગેંગમાં સામેલ થવા માટે તેમની ખુશામત કરો છો. શું આ વિરોધાભાસ છે?'

સોનાએ શું જવાબ આપ્યો?
સોનાએ જવાબ આપતાં કહ્યું હતું, 'મારી સલાહ છે કોઈના પણ વિશે વાત કરતા પહેલા તમારા મગજમાં બનેલા ક્લીવેજની સારવાર કરાવો. જે બોલિ ગેંગની ખુશામત કરવાનો પ્રયાસ કરે છે, તે નારીવાદીને એકલી મૂકી દો.'

ગયા મહિને જ્યારે બોલિવૂડ સેલેબ્સે રિયા ચક્રવર્તીને સપોર્ટ કરવા માટે #SmashThePatriarchy હેશટેગ ચલાવ્યું હતું ત્યારે સોના મોહપાત્રે આનો યોગ્ય ઉપયોગ કરવાની સલાહ આપી હતી. સોનાએ સલાહ આપતા કહ્યું હતું કે મહિલા-પુરુષોને સમાન વેતન, એક્ટર્સ મહિલાઓ પર વિશ્વાસ કરે, ફિલ્મમેકર-બિગ પ્રોડક્શન હાઉસ ફિલ્મમાં મહિલાઓના રોલ હજી વધુ સારી રીતે લખે.

સોનાની નજરમાં ફેમિનિઝમ
2017માં સોનાએ એક ફેસબુક પોસ્ટમાં ફેમિનિઝમ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'મારા ફેમિનિઝમનો સીધો અર્થ મહિલાઓ અને પુરુષો બરાબર છે તે છે. ઈન્ફીરિયલ કે સુપીરિયર નહીં.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો