ભાસ્કર ઈન્ટરવ્યૂ:સિંગર શાને કહ્યું, ‘હું હવે 15 વર્ષનાં બાળકને મારો અવાજ પસંદ કરવા ફોર્સ ના કરી શકું’

8 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

સિંગર શાન ટૂંક સમયમાં રિયાલિટી શો ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં કેપ્ટન તરીકે દેખાશે. હાલમાં જશાને ભાસ્કર સાથે વાતચીત દરમિયાન ઘણા ટોપિક પર વાત કરી.

શાને કહ્યું, ‘સોશિયલ મીડિયા એક અલગ દુનિયા છે. આ વાઇરલ દુનિયા 12થી 24 વર્ષના લોકોની છે. ઘણા લોકો મને કહે છે કે હવે સિંગર્સ પહેલાંની જેમ ગાતા નથી. હકીકત એ છે કે, તમારું સોન્ગ 15 વર્ષની છોકરી કે છોકરો જજ કરી રહ્યો છે. તેવામાં સિંગર તેમના વિચાર, એન્ટરટેઈનમેન્ટ અને મેચ્યોરિટીને ધ્યાનમાં રાખીને ગાવું પડે છે. હું બળજબરીપૂર્વક જો તે ઉંમરના લોકોના બ્રેકેટમાં ગાઈશ તો મને કોઈ એક્સેપ્ટ નહિ કરે. હવે હું 15 વર્ષના બાળકને મારી અવાજ પસંદ કરવા મજબૂર ના કરી શકું.’

‘કમ્પોઝર તરીકે ઘણા એક્સ્પરિમેન્ટ કરી રહ્યો છું’
ઈન્ડિપેન્ડેન્ટ ઍલ્બમનો ટ્રેન્ડ ફરીથી શરૂ થઇ ગયો છે અને આ સમય ફુલ-સર્કલ જેવો છે. મેં મારુ કરિયર ઈન્ડિ-પૉપ આર્ટિસ્ટ તરીકે શરૂ કર્યું હતું. બોલિવૂડમાં આવ્યા પછી મેં મારા ઘણા ઍલ્બમ રિલીઝ કર્યા પણ પછી સમય બદલાઈ ગયો. હવે ફરીથી ઈન્ડિ-પૉપને ટીવી અને રેડિયોનો સાથ મળ્યો તો આ ટ્રેન્ડ ફરીથી શરૂ થઇ ગયો. હું કમ્પોઝર તરીકે ઘણા એક્સ્પરિમેન્ટ કરી રહ્યો છું.

‘બોલિવૂડમાં હવે તક મળતી નથી’
બોલિવૂડમાં ગાવા માટે હવે પહેલાંની જેમ તક મળતી નથી. ઘણા નવા સિંગર્સ આવી ગયા છે. સિંગર્સની સાથે હંમશાં એવું થાય છે કે એક્ટર્સ, કમ્પોઝર્સ, પ્રોડક્શન હાઉસ લાગે છે સિંગરની સ્ટાઈલ જૂની થઇ ગઈ છે, પણ આ ખોટું છે. તેમાં હકીકતને કોઈ સ્થાન નથી.સિંગરે પણ પોતાને અપડેટ રાખવો પડશે. મેં હંમેશાં એ જ પ્રયત્નો કર્યા છે કે હું પોતાને બદલતો રહું અને અલગ-અલગ ઝોનરનાં સોન્ગ ગાઈને લોકોને એન્ટરટેઈન કરું.