સરપ્રાઈઝ:સિંગર નેહા કક્કરે ભાઈને ક્રિકેટ પીચ ગિફ્ટમાં આપી, ટોનીએ કહ્યું- 'તું સાચે જ ભગવાનનું સ્પેશિયલ બાળક છો'

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સિંગર નેહા કક્કરે લગ્ન બાદ પહેલી જ હોળી રોહનપ્રીત સિંહ સાથે સેલિબ્રેટ કરી હતી. નેહા કક્કરને તેના ભાઈ-બહેન પ્રત્યે ઘણી જ લાગણી છે. હાલમાં જ નેહાએ સો.મીડિયામાં પોતાના ઘરના ગાર્ડનમાં બનતી ક્રિકેટ પીચની એક ઝલક બતાવી હતી.

વીડિયો શૅર કર્યો
નેહા કક્કરે વીડિયો શૅર કરીને કહ્યું હતું, ઘરમાં ક્રિકેટ પીચ. કામ ચાલુ છે. ટોની કક્કર ગિફ્ટ કેવી લાગી? તમારી નાની બહેન.' વીડિયોમાં જોવા મળે છે કે ક્રિકેટ પીચ પર માણસો કામ કરી રહ્યાં છે.

ટોની ખુશ થયો
નેહાનો ભાઈ ટોની આ ગિફ્ટ જોઈને ઘણો જ ખુશ થયો હતો. તેણે સો.મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'નેહા સૌથી સારી ગિફ્ટ. આભાર. તું સાચે જ ભગવાનનું સ્પેશિયલ બાળક છે. અનેકો માટે પ્રેરણા. તારી અચીવમેન્ટ્સ મને વધારે કામ કરવાની પ્રેરણા આપે છે.'

પતિએ આ વાત કરી
નેહાના પતિ રોહનપ્રીતે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'વાઉ બાહુ આ તો માત્ર ટોનીભાઈ માટે જ નહીં પરંતુ મારા માટે પણ સરપ્રાઈઝ ગિફ્ટ છે.'

નેહા કક્કરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે 'ઈન્ડિયન આઈડલ 12'માં જજ તરીકે જોવા મળે છે. થોડાં દિવસ પહેલાં જ નેહાનું નવું ગીત 'મરજાનેયા' આવ્યું હતું. આ ગીતમાં 'બિગ બોસ' વિનર રૂબીના તથા અભિનવ શુક્લા જોવા મળ્યા હતા.

ગયા વર્ષે લગ્ન કર્યા હતા
નેહાએ ગયા વર્ષે સિંગર રોહનપ્રીત સાથે દિલ્હીમાં ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. ન્યૂઝ પ્રમાણે નેહા અને રોહન બંનેને ડેટિંગ શરૂ કર્યે ઝાઝો સમય નથી થયો. તેમની પહેલી મુલાકાત થોડા મહિના પહેલાં નેહા કક્કડના સોન્ગ 'આજા ચલ વ્યાહ કરવાએં, લૉકડાઉન વિચ કત્ત હોને ખર્ચે'ના સેટ પર થઈ હતી. રોહનપ્રીત સિંહ 'ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્ટાર'ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે દેખાયો હતો. આ ઉપરાંત એણે વેડિંગ રિયાલિટી શૉ 'મુઝસે શાદી કરોગે'માં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ શૉ 'બિગ બોસ 13'ની સ્પર્ધક રહી ચૂકેલી શહનાઝ ગિલને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.

નેહાએ શૅર કરેલો વીડિયો