ગુડ ન્યૂઝ:સિંગર નીતિ મોહને દીકરાને જન્મ આપ્યો, પતિ નિહાર પંડ્યાએ કહ્યું- પુત્ર-માતાની તબિયત સારી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિહાર પંડ્યાએ સો.મીડિયામાં ગુડ ન્યૂઝ શૅર કર્યા
  • ફેબ્રુઆરીમાં નીતિ મોહને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

બોલિવૂડ સિંગર નીતિ મોહન અને નિહાર પંડ્યા પેરેન્ટ્સ બન્યા છે. બુધવાર, 2 જૂનના રોજ નીતિએ દીકરાને જન્મ આપ્યો હતો. નિહાર પંડ્યાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી.

ફોટો શૅર કરીને ગુડ ન્યૂઝ આપ્યા
નિહાર પંડ્યાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારી સુંદર પત્ની મારા લિટલ બોયને એ બધું જ શીખવવાની તક આપે છે, જે મારા પિતાએ મને શીખવ્યું છે. તે રોજ મારા જીવનમાં વધુને વધુ પ્રેમ ફેલાવે છે.'

વરસાદની વચ્ચે અમે 'SON-rise' જોયો
વધુમાં નિહારે કહ્યું હતું, 'સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ કે નીતિ તથા ન્યૂ બોર્ન બેબી બંને સ્વસ્થ તથા ઠીક છે. મુંબઈમાં વાદળ તથા વરસાદનો દિવસ અમે અમારો 'SON-rise' જોયો. હાથ જોડીને મોહન તથા પંડ્યા પરિવાર ભગવાનનો આભાર માને છે. ડૉક્ટર, ફેમિલી, ફ્રેન્ડ્સ તથા તમામ શુભચિંતકોના પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.

નીતિની બહેન શક્તિ મોહને શુભેચ્છા પાઠવી
નિહાર પંડ્યાની પોસ્ટ પર અનેક સેલેબ્સે શુભેચ્છા પાઠવી છે. નીતિ મોહનની બહેન શક્તિએ કમેન્ટ કરતાં કહ્યું હતું, 'હું બહુ જ ખુશ છું. નવા મમ્મી-પપ્પા તથા પૂરા પરિવારને શુભેચ્છા. હવે હું માસી બની ગઈ. હવે હું તમારા નાનકડા બાળકને બગાડવા માટે તૈયાર છું. તમામ માસી પાર્ટી માટે તૈયાર રહે.'

બીજી વેડિંગ એનિવર્સરી પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
નીતિ મોહને આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વેડિંગ એનિવર્સરી પર નિહાર સાથેની તસવીર શૅર કરીને ગુડ ન્યૂઝ શૅર કર્યાં હતાં. તેણે કહ્યું હતું, '1+1= 3 મોમ ટૂ બી એન્ડ ડેડી ટૂ બી. આ જાહેરાત કરવા માટે બીજી વેડિંગ એનિવર્સરીથી સારો દિવસ કયો હોઈ શકે.' નીતિ તથા નિહારે 15 ફેબ્રુઆરી, 2019ના રોજ લગ્ન કર્યાં હતાં.