• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Singer Madhushree Said I Too Have Faced Rejection And Politics For A Long Time But Did Not Get Into Depression Or Drug Addiction, I Wish Sushant Could Do It Too

સુશાંત મૃત્યુ કેસ:સિંગર મધુશ્રીએ કહ્યું, ‘મેં લાંબા સમય સુધી રિજેક્શન અને ઇન્ડસ્ટ્રી પોલિટિક્સ સહન કર્યું, પરંતુ ડિપ્રેશન કે ડ્રગ્સની આદત ના પાડી, કાશ સુશાંત પણ આવું કરી શક્યો હોત’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિન્દી અને સાઉથ ફિલ્મોની ફેમસ સિંગર મધુશ્રીએ કહ્યું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવનારા દરેક આઉટસાઈડર્સને રિજેક્શન કે પોલિટિક્સની તકલીફથી ડિપ્રેશનનો ભોગ ના બનવું જોઈએ. આવી તકલીફોનો સામનો ઘણા બધા લોકોને કરવો પડે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમે આત્મવિશ્વાસ જ ખોઈ દો. કાશ સુશાંત પણ આ વાત સમજી શક્યો હોત અને જીવનનું મહત્ત્વ સમજીને મુશ્કેલીઓનો સામનો સારી રીતે કરત.’

ભાસ્કર સાથેની વાતચીતમાં મધુશ્રીએ કહ્યું કે, ‘સુશાંત સિંહ રાજપૂતની જેમ હું પણ આઉટસાઈડર હતી. મુંબઈમાં સિંગર બનવા માટે આવી હતી. મેં અનેક રિજેક્શન સહન કર્યા છે. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં રાજકારણ અને સિંગરોની મોનોપોલીને લીધે મને કામ મળતું નહોતું. તેમ છતાં હું હિંમત ના હારી. ’

વધમાં તેમણે જણાવ્યું કે, ‘જીવનયાપન માટે દક્ષિણ અમેરિકાના નાના દેશ સૂરીનામ જઈને મ્યુઝિક ટીચરનું કામ કર્યું. કાશ સુશાંત રાજપૂત પણ આવું કરી શક્યો હોત, જે પણ આઉટસાઈડર છે તે બધાને હું કહીશ કે હિંમત ના હારો. રિજેક્શનને લીધે ડિપ્રેશન કે ડ્રગ્સના ચક્કરમાં બ પાડો. જીવનથી વધારે મહત્ત્વનું કઈ જ નથી.

હું એઆર રહેમાન માટે 32 હિટ સોંગ ગાઈ ચૂકી છું. સાઉથમાં હજારો સોંગ છે. ‘બાહુમલી 2’માં ‘કાન્હા સો જા ઝરા સોંગ’ને 220 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. હું સાઉથમાં અનેક મોટા સંગીતકાર સાથે કામ કરી ચૂકી છું. તેમ છતાં મને મુંબઈ બેઝ્ડ મોટી કંપનીઓ અને સંગીતકારોએ બોલાવી નથી. આવું 20 વર્ષ સુધી ચાલ્યું, પણ હું તૂટી નહિ. ક્યારેય ડિપ્રેશનમાં ગઈ નથી અને મનમાં આત્મહત્યાના વિચારો પણ આવવા દીધા નથી.

20 વર્ષ પહેલાં મુંબઈ આવી હતી ત્યારે 400થી વધારે સિંગર, પ્રોડ્યુસર અને ફેમસ મ્યુઝિક કંપનીઓને મેં મારી મ્યુઝિક ઓડિયો કેસેટથી ઓડિશન મોકલ્યા હતા, તેમ છતાં મને મોકો ના મળ્યો. ત્યારે માટે કુમાર શાનુ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને અનુરાધા પૌડવાલ પાસે સોંગ ગવડાવતા હતા. રાજેશ રોશને પણ મોક્ષ ફિલ્મમાં એટલે ચાન્સ આપ્યો કે કે અલકાજી અવેલેબલ નહોતા. ત્યારે શંકર-એહસાન-લોયે અમુક ચાન્સ આપ્યા હતા, પણ એઆર રહેમાન પાસે ચેન્નાઈમાં તપસ્યા કરી ત્યારે મને કામ મળ્યું. તે મોકો પણ ઘણી મુશ્કેલીથી મળ્યો હતો.

20 વર્ષ પહેલાં મુંબઈ પ્રવાસમાં રાજેશ રોશન અને શંકર-અહેસાન-લોયે મને કામ આપ્યું ત્યારે ઘણાને ગમ્યું નહોતું. મને ઘણા કમ્પોઝરે કહ્યું હતું કે, ત્યારે સિંગરોએ મારા વિશે ખોટી વાતો વાઈરલ કરી હતી કે મધુશ્રી સાઉથ બેઝ્ડ છે. તે સોંગ ગાઈ નહિ શકે. હાલ હું મારી યુટ્યુબ ચેનલ અને સાઉથની દુનિયાથી ખુશ છું.

મધુશ્રીએ સાથિયા, કલ હો ના હો, સ્વદેશ, યુવા, કિસના, પહેલી, રંગ દે બસંતી, જોધા અકબર અને બાહુબલી 2 સહિત બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં હિટ સોંગ ગાયા છે.’
(આવું અમિત કર્ણને જણાવ્યું)

અન્ય સમાચારો પણ છે...