તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતચીત:સિંગર કવિતા સેઠે કહ્યું, મેં આઈટમ નંબર તથા મુજરા ગાવાની ના પાડી છે, આથી જ મારી પાસે ઓછા લોકો આવે છે

મુંબઈ2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

સિંગર કવિતા સેઠે હાલમાં જ દાગ દેહલવીની લોકપ્રિય રચના 'લુત્ફ વો ઈશ્ક મેં પાયે હૈ કી જી જાનતા હૈ'નું લાઈવ વર્ઝન રિલીઝ કર્યું છે. 'વેક અપ સિદ', 'ગેંગસ્ટર'થી લઈ 'બગેમ જાન' સુધી કવિતા પોતાની શરતો પર ગીતો ગાય છે. તે ફિલ્મ કરતાં પોતાના ઈન્ડિપેન્ડેન્ટ મ્યૂઝિક કામથી ખુશ છે. વેબ શો 'અ સૂટેબલ બોય'માં કવિતાએ સંગીત આપ્યું હતું અને ગીત પણ ગાયું હતું.

'થપ્પડ'નું ગીત ગમ્યું હતું
કવિતા ફિલ્મમાં હાલના સંગીતના કામથી નિરાશ છે. તેમણે કહ્યું હતું, 'ઈન્ડસ્ટ્રીમાં જે રીતના ગીતો બની રહ્યાં છે, તેનાથી હું ઘણી જ નિરાશ છું. હાલમાં મને તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ'નું એક ગીત ગમ્યું હતું. કોરોનાની બીજી લહરે સિંગર્સ તથા સંગીતકારોની માનસિક હાલત પર વિપરીત અસર કરી છે. અમે સારા ગીતો કમ્પોઝ કરવામાં ફોકસ કરી શકતા નથી. ગીત ગાવમાં લાંબા શ્વાસનું ઘણું જ મહત્ત્વ રહેલું છે.'

ઈન્ડસ્ટ્રીમાં ગંદા ગીતો પણ પૈસાના દમ પર લાખો લોકો સુધી પહોંચી જાય છે
કવિતાએ આગળ કહ્યું હતું, 'દુઃખની વાત એ છે કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં કેમ્પબાજી જોવા મળે છે. હાલના સમયમાં સંગીતની બરબાદીનું કારણ આ કેમ્પબાજી છે. તેમની પાસે અઢળક પૈસા છે. ગંદા ગીતો પણ પૈસાના દમ પર લાખો સુધી પહોંચી જાય છે. ઈન્ડિપેન્ડેન્ટ મ્યૂઝિક સાથે સંબંધ રાખનાર લોકો આ રીતે કરી શકતા નથી. આ જ કારણે સારા ગીત-સંગીત લોકો સુધી પહોંચી શકતા નથી.

આજે પણ લોકો મને 'ગૂંજા સા હૈ કોઈ ઈકતારા'ની ફરમાઈશ કરે છે
કવિતાએ આગળ કહ્યું હતું, 'સારું સંગીત સુગંધની જેમ છે. તે લોકો સુધી પહોંચી જાય છે. બસ ધીરજ રાખવાની જરૂર છે. હું મ્યૂઝિક માફિયાના એ તર્ક પર સહેજ પણ વિશ્વાસ નથી કરતી કે અલકાજી, કુમાર સાનુ કે પછી મારા ગીતો હવે લોકોને ગમતા નથી. આજે પણ સો.મીડિયામાં યુવાન પેઢી મને 'ગૂંજા સા હૈ કોઈ ઈકતારા' સાંભળવાની ફરમાઈશ કરે છે. જ્યારે મેં ફિલ્મ 'કોકટેલ'માં 'તુમ હી હો બંધુ' ગાયું અને તે હિટ ગયું તો મારી પાસે અનેક ઓફર આવી હતી. ત્યારે અમિત ત્રિવેદીએ મને કહ્યું હતું કે ઘેટાની જેમ ના કરતા. વર્ષમાં એકાદ-બે ગીત જ ગાવા, પરંતુ એવા ગાવા કે સાંભળનારાના મન પર ઘેરી અસર થાય. તેમની વાત મને ગમી, નહીંતર અરિજિત સિંહ સુદ્ધાને સ્ટીરિટોટાઈપ કરી દીધો છે.'

આઈટમ નંબર તથા મુજરા નથી ગાતી
કવિતાએ આગળ કહ્યું હતું, 'મેં આઈટમ નંબર તથા મુજરા ગાવાની ના પાડી છે. 'તેવર'ના ડિરેક્ટર અમિત શર્માને મારું ગીત 'ઈકતારા' ગીત બહુ જ સારું લાગ્યું હતું. તેમાંથી ઈન્સ્પાયર થઈને તેમણે સાજીદ-વાજિદના કહેવા પર મને 'તેવર'નું આઈટમ સોંગ ઓફર કર્યું હતું, પરંતુ મે ઘણી જ નમ્રતા સાથે ના પાડી દીધી હતી. આ જ બધા કારણોસર લોકો મારી પાસે ઓછા આવે છે અને મને આનો કોઈ અફસોસ નથી.'

અન્ય સમાચારો પણ છે...