કનિકા-ગૌતમ વેડિંગ:43 વર્ષીય સિંગર કનિકા કપૂર અને ગૌતમ લગ્નના બંધનમાં બંધાયાં, લંડનની ફાઇવ સ્ટાર હોટલમાં લગ્ન થયા

3 મહિનો પહેલા

પોપ્યુલર સિંગર કનિકા કપૂરે શુક્રવારે (20 મે)ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. તેણે પોતાના મંગેતર ગૌતમની સાથે લંડનમાં સાત ફેરા લીધા. કનિકાના લગ્ન નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લંડનની ફાઈવ સ્ટાર હોટલમાં થયા. સિંગરના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં કનિકાએ પીચ કલરનો લહેંગો પહેરેલી જોવા મળી રહી છે તેમજ ગૌતમ પણ કનિકાના લહેંગા સાથે મેચ કરતી પેસ્ટલ શેરવાનીમાં જોવા મળ્યો હતો.

સિંગર મનમીતે શેર કર્યા ફોટા
મીત બ્રોઝના મનમીત સિંહે પણ સોશિયલ મીડિયા પર કપલની સાથે ફોટા શેર કર્યા. ફોટોમાં મનમીત કનિકા અને ગૌતમની સાઈડમાં ઊભો રહેલો જોવા મળી રહ્યો છે. પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું, તમારી ભાવિ જીવનની સફર તમારા બંનેની જેમ સુંદર રહે.

કોણ છે કનિકાનો બીજો પતિ?
કનિકાનો બીજો પતિ ગૌતમ NRI બિઝનેસમેન છે. તે દાના ગ્રુપ ઑફ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. બંનેની મુલાકાત એક વર્ષ પહેલાં થઈ હતી. બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ અગાઉ કનિકાએ સોશિયલ મીડિયા પર પોતાની મહેંદી સેરેમનીના કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા, જેમાં કનિકાએ પેસ્ટલ ગ્રીન લહેંગાની સાથે ફ્લોરલ જ્વેલરી પહેરી હતી.

સિંગલ મધર છે કનિકા કપૂર
કનિકાને ત્રણ બાળકો યુવરાજ, અયાન અને સમારા છે. કનિકા લખનઉની છે. 21 ઓગસ્ટ 1979ના રોજ યુપીના એક ખત્રી(કાયસ્થ) પરિવારમાં જન્મેલી કનિકાએ માત્ર 18 વર્ષની ઉંમરમાં NRI બિઝનેસમેન રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા. જોકે 1997માં લગ્ન બાદ તે લંડન શિફ્ટ થઈ ગઈ હતી. લગ્નજીવનનાં 12 વર્ષ બાદ કનિકા તથા રાજ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. સંબંધોમાં કડવાશ આવી જતાં કનિકાએ 2010માં ડિવોર્સ લીધા હતા. પતિનું ઘર છોડીને તે લખનઉ આવી ગઈ હતી. 2012માં બંનેના ડિવોર્સ થયા હતા અને તેને એકલીએ બાળકોના ઉછેરની જવાબદારી ઉઠાવી.

ડિવોર્સ બાદ કનિકાએ મ્યુઝિક કરિયર શરૂ કર્યું
ડિવોર્સ બાદ કનિકા મ્યુઝિક કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. અહીં તેણે પહેલીવાર 'જુગની જી' ગીત ગાયું હતું. 2014માં કનિકાએ ગીત 'બેબી ડૉલ' ગાયું હતું. આ ગીતમાં સની લિયોની હતી. આ ગીત ઘણું જ હિટ રહ્યું હતું. કનિકાએ 'ચિટ્ટિયા કલઇયા', 'દેશી લુક..' જેવા અનેક ગીતો ગાયાં છે.