તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇન્ટરવ્યૂ:સિંગર ધ્વનિ ભાનુશાળીએ કહ્યું, ‘સ્કૂલમાં મારે રાધા બનવું હતું પણ વધારે હાઈટને લીધે મને કૃષ્ણનો રોલ જ મળતો હતો’

2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • ધ્વનિના લેટેસ્ટ ‘રાધા’ ઍલ્બમને માત્ર 6 દિવસોમાં 24 મિલિયન વ્યૂઝ મળ્યા
  • સોંગનું શૂટિંગ અલીબાગમાં 2 દિવસમાં થયું

યુટ્યુબ સેન્સેશન ધ્વનિ ભાનુશાળીએ 22 માર્ચે પોતાનો નવો ઍલ્બમ ‘રાધા’ લોન્ચ કર્યો. માત્ર 6 દિવસોમાં ઍલ્બમને 24 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. ધ્વનિએ ભાસ્કર સાથે ઍલ્બમ વિશે અમુક દિલચસ્પ વાતો શેર કરી અને કહ્યું, સ્કૂલ ટાઈમથી હું રાધા બનવા માગતી હતી, પરંતુ વધારે હાઈટ હોવાને લીધે મને કૃષ્ણનો રોલ મળતો હતો.

‘સોંગ કરતી વખતે મેં એ જ વિચાર્યું કે મને રાધા બનવાનો મોકો મળી ગયો’
ધ્વનિએ કહ્યું, રાધા સોંગ મારા અન્ય સોંગ કરતાં ઘણું અલગ છે. શરૂઆતમાં મેં આ સોંગ સાથે કોઈ એક્સપેક્ટેશન રાખી નહોતી. મને રાધા બનવાની તક મળી રહી હતી અને મારે તે ગુમાવવી નહોતી. ઘણીવાર એક કલાકાર તરીકે તમે કોઈ પણ સોંગ કરતા પહેલાં વિચારો છો કે આ લોકોને ગમશે કે નહિ, પરંતુ મેં આવો વિચાર જ ના કર્યો. મારું દિલ કહી રહ્યું હતું કે, મારે આ સોંગનો એક ભાગ બનવું છે, પછી ભલે સોંગ હિટ જાય કે નહીં. મેં દિલની વાત સાંભળી. અમુક લોકોને તો ગમશે જ એ વિચારીને આગળ વધી. પછી જે રિસ્પોન્સ મળ્યો છે, તે હકીકત મારા માટે શોકિંગ છે.

‘વધારે હાઈટને લીધે ડાન્સ કોમ્પિટિશનમાં મને કૃષ્ણ કે મોહનનો રોલ જ મળતો હતો’
રાધાનું શૂટિંગ એક્સપીરિયન્સ શેર કરતા વધુમાં ધ્વનિએ જણાવ્યું, બાળપણની મારે રાધા બનવું હતું પરંતુ મારી હાઈટ વધારે છે. આથી સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશનમાં મને કૃષ્ણ કે મોહનનો રોલ જ મળતો હતો. અંતે આ સોંગે મારું સપનું પૂરું કર્યું. અમે 2 દિવસ અલીબાગમાં શૂટિંગ કર્યું, ત્યાનું લોકેશન એક્સ્પ્લોર કર્યું. અમે કોઈ નવો સેટ બનાવ્યો નહોતો. બે દિવસ રાત-દિવસ એક કરીને શૂટિંગ પૂરું કર્યું. થોડો હેક્ટિક શેડ્યુલ હતો, તેમ છતાં અમે ખૂબ એન્જોય કર્યું.

‘રિયલ લાઈફમાં હું રાધા જેવી જ છું’
ધ્વનિએ કહ્યું, મારા કામમાં ઓડિયન્સને મારી રિયલ પર્સનાલિટીની ઝલક જોવા મળે છે. સોંગમાં રાધા મોહન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. હું મોડર્ન રાધા છું અને રિયલ લાઈફમાં પણ એકદમ રાધા જેવી જ છું. જો મને કોઈ પસંદ પડે તો હું તેને એક્સપ્રેસ ચોક્કસ કરું છું. અત્યાર સુધી જેટલા પણ સોંગ રિલીઝ થયા છે તેમાં ક્યાંકને ક્યાંક દર્શકોને મારી પર્સનાલિટી જોવા મળી જ છે.

‘આ સોંગ પછી મને મારો મોહન મળી જશે’
તો શું રિયલ લાઈફમાં આ રાધા ઉર્ફ ધ્વનિને તેનો મોહન મળી ગયો છે? આ પ્રશ્નના જવાબમાં ધ્વનિએ કહ્યું, ના અત્યારે નહીં, હા પરંતુ આ ગાયા પછી મને વિશ્વાસ છે કે મને મારો મોહન મળી જ જશે.

ધ્વનિ આની પહેલાં ‘વાસ્તે’, ‘બેબી ગર્લ’ અને ‘નયન’ જેવા ઍલ્બમમાં દેખાઈ ચૂકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો