વેડિંગ Pics:સિંગર અર્જુને હિંદુ વિધિથી લગ્ન કર્યા, મંડપમાં જ પત્નીને કિસ કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય પ્લેબેક સિંગર અર્જુન કાનૂનગોએ લોંગ ટાઇમ પ્રેમિકા કાર્લા ડેનિસ સાથે લગ્ન કર્યા છે. બંનેએ 10 ઓગસ્ટના રોજ મુંબઈની તાજ હોટલમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. કાર્લા મોડલ, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર તથા ઇન્ટિરિયર ડેકોરેટર છે. આ લગ્નમાં પરિવાર, મિત્રો તથા સેલેબ્સ આવ્યા હતા. બંને વચ્ચે છેલ્લાં સાત વર્ષથી સંબંધો છે. નોંધનીય છે કે અર્જુન એક્ટર ઈમરાન હાશ્મી-કંગના રનૌતની ફિલ્મ 'વો લમ્હે'ના ગીત 'ક્યા મુજે પ્યાર હૈ'થી બોલિવૂડ સિંગિંગ કરિયર શરૂ કરી હતી. અર્જુનનું ગીત 'ફુરસત હૈ આજ ભી..' ઘણું જ લોકપ્રિય થયું છે.

અર્જુને કાર્લાનો હાથ પકડીને સાત ફેરા ફર્યા
અર્જુન તથા કાર્લાના લગ્નની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. અર્જુન વ્હાઇટ શેરવાની તથા કાર્લા ફેશન ડિઝાઇનર સબ્યસાચીના રેડ બ્રાઇડલ લહેંગામાં જોવા મળી હતી. ફેરા ફરતી વખતે અર્જુને કાર્લાનો હાથ પકડ્યો હતો. લગ્ન બાદ અર્જુન તથા કાર્લાએ એકબીજાને લિપ લૉક કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે પણ લગ્ન બાદ મંડપમાં જ એકબીજાને કિસ કરી હતી.

લગ્નની તસવીરો...

11 ઓગસ્ટે ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન
સૂત્રોના મતે, અર્જુન તથા કાર્લા 11 ઓગસ્ટે ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપશે. રિસેપ્શન પાર્ટી કરન જોહરની રેસ્ટોરાં ન્યૂમામાં આપવામાં આવશે. આ પાર્ટીમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, બોબી દેઓલ સહિતના બોલિવૂડ સેલેબ્સ હાજરી આપશે.

આવતા વર્ષે વ્હાઇટ વેડિંગ કરશે
બંને આવતા વર્ષે એપ્રિલ, 2023માં ઇંગ્લેન્ડમાં વ્હાઇટ વેડિંગ કરશે. અર્જુને કહ્યું હતું કે આ લગ્નમાં પરિવાર તથા માત્ર નિકટના મિત્રો હાજર રહેશે.

કાર્લાએ જીવન બદલી નાખ્યું
લગ્ન પહેલાં અર્જુને કહ્યું હતું, 'મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું લગ્ન કરીશ. કાર્લાએ મારું જીવન બદલી નાખ્યું છે. આ જ કારણે અમારા સંબંધો સફળ રહ્યા છે અને અમે લગ્ન કર્યા. કાર્લાએ ક્યારેય લગ્ન માટે દબાણ કર્યું નહોતું. જોકે, મને ખ્યાલ હતો કે તે લગ્ન કરવા માગે છે. તેણે તો હાર માની લીધી હતી, કારણ કે તે મને ઓળખતી હતી. જ્યાં સુધી અમે સાથે હતા, અમે ખુશ હતા અને ત્યાં સુધી તેને લગ્ન ના કરવામાં પણ વાંધો નહોતો. જોકે, કાર્લા મારા માટે તમામ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરતી હતી. આ જોઈને મને લાગ્યું કે તે મારા માટે આટલું બધું કરે છો તો હું કેમ આટલો જિદ્દી છું.'

જાપાનમાં હનીમૂન મનાવશે
લગ્ન બાદ બંને હનીમૂન માટે જાપાન જશે. અર્જુને કહ્યું હતું, 'અમે હનીમૂન માટે જાપાન જવાનું વિચારીએ છીએ. અમારા મનમાં જાપાન માટે ખાસ જગ્યા છે. મને યાદ છે કે ત્રણ વર્ષ સાથે રહ્યા બાદ અમારા સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. હું કામ અર્થે જાપાન જવાનો હતો અને કાર્લાને મેં સાથે આવવાનું કહ્યું હતું. જાપાનમાં સાથે રહ્યા બાદ અમે બંને ફરી એકબીજાને પ્રેમમાં પડ્યા અને અમારી વચ્ચેના તમામ મતભેદો દૂર થઈ ગયા હતા. કાર્લા જાપાનમાં સાથે ના હોત તો અમે અલગ થઈ ગયા હોત. આથી જ અમે જાપાન જવા માગીએ છીએ.'