અવસાન:સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર ખય્યામના પત્ની જગજીત કૌરનું 93 વર્ષની ઉંમરમાં નિધન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવાર, 15 ઓગસ્ટની સવારે છ વાગે જગજીત કૌરે અંતિમ શ્વાસ લીધાં.

બોલિવૂડના વરિષ્ઠ સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર ખૈય્યામના પતિ જગજીત કૌરનું 93 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. જગજીત પણ સિંગર હતા. તેમણે 'દેખ લો આજ હમકો', 'પેહલે તો આંખ મિલાના..', 'તુમ અપના રંજ ઓ ગમ અપની પરેશાની મુઝે દે દો..'જેવા ગીતો ગાયા હતા.

ખય્યામ જગજીત કૌર ચેરિટેબલ ટ્રસ્ટના સ્પોકપર્સન પ્રીતિમ શર્માએ કહ્યું હતું કે જગજીત કૌરે રવિવાર, 15 ઓગસ્ટની સવારે છ વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર વીલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા.

1954માં લગ્ન કર્યા
જગજીત કૌરે 50ના દાયકાની આસપાસ પોતાની કરિયર શરૂ કરી હતી. તેમણે પંજાબી ફિલ્મ 'પોસ્તી', 'દિલ એ નાદન' જેવી ફિલ્મમાં ગીત ગાયા હતા. 1954માં ખય્યામ સાથે લગ્ન કર્યાં હતાં.

1981માં આવેલી ફિલ્મ 'ઉમરાવ જાન'માં ખય્યામે સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં જગજીત કૌરે પણ ગીત ગાયું હતું.

2016માં ટ્રસ્ટની સ્થાપના કરી
2016માં ખય્યામ તથા જગજીત કૌરે KPG ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ આર્ટિસ્ટ તથા ટેક્નિશિયન્સને સપોર્ટ કરે છે. 2019માં 92 વર્ષની ઉંમરે ખય્યામનું અવસાન થયું હતું.