પાકિસ્તાન પૂરથી બેહાલ:બોલિવૂડ સ્ટાર્સની ચુપ્પી પર પાક. એક્ટ્રેસ મેહવિશ ભડકી, બોલી- 'અમે તકલીફમાં છીએ, તમારા ચાહકોને તો સપોર્ટ કરો'

ઈસ્લામાબાદએક મહિનો પહેલા

પાકિસ્તાન હાલમાં પૂરની તારાજી સામે ઝઝૂમી રહ્યું છે. પૂરને કારણે લાખો પાકિસ્તાનીઓને અસર થઈ છે. પોતાના દેશમાં આવેલા પૂરને કારણે ચિંતિંત મેહવિશ હયાતે બોલિવૂડ સ્ટાર્સને ખરું-ખોટું સંભળાવ્યું છે.

શું કહ્યું મેહવિશે?
પાકિસ્તાનમાં આવેલા પૂર અંગે બોલિવૂડ સ્ટાર્સે કોઈ વાત કરી નથી અને મદદ પણ કરી નથી. આનાથી વ્યથિત થયેલી પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે માણસાઈ તથા તકલીફને બોર્ડરના બંધનો નડતા નથી.

મેહવીશે કહ્યું હતું, 'બોલિવૂડ સ્ટાર્સનું મૌન નવાઈમાં મૂકનારું છે. પીડાને કોઈ રાષ્ટ્રીયતા, જાતિ કે ધર્મના બંધનો નડતા નથી. તેઓ આ સમયે એ વાત બતાવી શકે છે કે રાષ્ટ્રવાદી રાજકારણથી ઉપર છે અને પાકિસ્તાનમાં રહેલા તેમના ચાહકોની તેમને ચિંતા છે. અમે દુઃખમાં પસાર થઈ રહ્યા છે અને થોડાંક દયાળું શબ્દો અમારા માટે ઘણાં જ મહત્ત્વના છે. '

દાઉદની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા હતી
34 વર્ષીય મેહવિશ હયાત સાથે દાઉદનું નામ જોડવામાં આવ્યું હતું. દાઉદે પોતાના દબદબાના કારણે હયાતને ઘણી ફિલ્મોમાં કામ અપાવ્યું હોવાનું પાકિસ્તાની ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા હતી. મેહવિશને ગેંગસ્ટર ગુડિયાના નામે પણ ઓળખવામાં આવતી હતી.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન સાથે ખાસ સંબંધો હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હયાતના માત્ર દાઉદ સાથે જ નહીં, પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ સારા સંબંધો હતા. 2019માં હયાતને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારોમાંથી એક તમગા-એ-ઈમ્તિયાઝ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી તો સોશિયલ મીડિયા ઉપર ઘણી કોમેન્ટ પણ થઈ હતી. લોકોનું કહેવું હતું કે, તેને આ સન્માન પુરસ્કાર એટલા માટે મળ્યો કારણકે તેના પાકિસ્તાનના બહુ તાકાતવર લોકો સાથે સંબંધ છે. એક મુખ્ય વેબસાઈટે તે સમયે તેના દાઉદ સાથે સારા સંબંધો હોવાની વાત પણ ઈશારામાં કહી હતી.

આઈટમ નંબર કર્યા પછી પ્રસિદ્ધિ મળી
પોતાના લુક માટે ઓળખાતી હયાત પાકિસ્તાનની એક ટોપ સિંગર સ્ટાર પણ છે અને ઘણાં સારા અને મોટા કાર્યક્રમો પણ હોસ્ટ કરતી હોય છે. તેમાં ક્રિકેટર્સ, રાજનેતા અને ઉદ્યોગપતિઓના કાર્યક્રમ સામેલ હોય છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, હયાતને પાકિસ્તાની ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા પછી પ્રસિદ્ધિ મળી છે. ત્યારપછી તે દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવી. તેના દબદબાના કારણે હયાતને અમુક હાઈ બજેટ ફિલ્મો પણ મળી. દાઉદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ફંડ કરે છે. તેના કરાચી અને લાહોરમાં ઘણાં મોટા પ્રોડ્યૂસર અને ડિરેક્ટર સાથે સંબંધો છે.

અન્ય સમાચારો પણ છે...