એક્ટર રોષે ભરાયો:ફોટોગ્રાફર્સને જોઈ સિદ્ધાર્થ મલ્હોત્રાનો ગુસ્સો સાતમા આસમાને, ગર્લફ્રેન્ડ કિઆરા અડવાણીએ શાંત પાડ્યો

મુંબઈ16 દિવસ પહેલા

બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીએ પોતાના સંબંધો છૂપાવવાના ઘણાં જ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમના સંબંધો ખાસ છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે. હાલમાં જ કિઆરા અડવાણીએ દુબઈમાં પ્રેમી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કિઆરા તથા સિદ્ધાર્થ દુબઈથી પરત ફર્યા છે અને એરપોર્ટ પર સિદ્ધાર્થ ગુસ્સે થઈ ગયો હતો.

એરપોર્ટ પર સાથે જોવા મળ્યા
સોમવાર, 1 ઓગસ્ટના રોજ કિઆરા તથા સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંને બ્લેક આઉટફિટમાં હતા. સિદ્ધાર્થ વ્હાઇટ શર્ટ તથા બ્લેક લૉઅર, બ્લેક જેકેટમાં હતો. કિઆરા બ્લેક સ્વેટશર્ટ તથા મેચિંગ પેન્ટમાં કૂલ લાગતી હતી. બંનેને સાથે જોઈને ફોટોગ્રાફર્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા અને ફોટો ક્લિક કરવા લાગ્યા હતા.

સિદ્ધાર્થ નારાજ થઈ ગયો
સિદ્ધાર્થ મલ્હોત્રા એન્ગ્રીયંગ મેન મોડમાં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થને એ વાત સહેજ પણ પસંદ ના આવી કે ફોટોગ્રાફર્સ રસ્તાની વચ્ચે આવી ફોટો ક્લિક કરે છે. સિદ્ધાર્થ ગુસ્સે પણ થઈ ગયો હતો અને તેણે ફોટોગ્રાફર્સને રસ્તો કરવાનું કહ્યું હતું. સિદ્ધાર્થને આ રીતે ગુસ્સો કરતો જોઈને કિઆરા અડવાણીએ તેને શાંત પાડ્યો હતો.

દુબઈમાં સિદ્ધાર્થ-કિઆરા...

હાલમાં જ બ્રેકઅપની ચર્ચા થઈ હતી
થોડાં મહિના પહેલાં સિદ્ધાર્થ તથા કિઆરા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા હતી. જોકે, પછી કિઆરાએ સિદ્ધાર્થને ફોન કર્યો તો બંને ઘણાં જ ઇમોશનલ થઈ ગયા હતા. બંનેએ પેચઅપ કરવાનું નક્કી કરી લીધું હતું. બંને એકબીજા વગર રહી શકે તેમ નથી. તેમને એ વાતનો અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમને ભૂલ કરી હતી અને ગુસ્સામાં આવીને એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું. બંનેએ ગઈ ગુજરી ભૂલીને સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિઆરા 'ભૂલ ભુલૈયા 2' તથા 'જુગ જુગ જિયો'માં જોવા મળી હતી. આ બંને ફિલ્મ હિટ રહી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરીએ તો તે 'મિશન મજનુ', 'યૌદ્ધા' તથા વેબ સિરીઝ 'ઇન્ડિયો પોલીસ ફોર્સ'માં જોવા મળશે.