વાઇરલ વીડિયો:સિદ્ધાર્થ મલ્હોત્રાએ જાહેરમાં કિઆરા અડવાણીને ગળે લગાવી, બ્રેકઅપની ચર્ચા વચ્ચે સાથે જોવા મળ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા છે. પહેલાં બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. જોકે, હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ લાગી રહ્યું છે કે બંને વચ્ચે બ્રેકઅપ થયું નથી.

'ભૂલ ભુલૈયા 2'ના સ્ક્રિનિંગમાં જોવા મળ્યા
કિઆરા અડવાણી તથા કાર્તિક આર્યનની ફિલ્મ 'ભુલ ભૂલૈયા 2' 20 મેના રોજ રિલીઝ થઈ છે. 19 મેના રોજ મુંબઈમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત અન્ય બોલિવૂડ સેલેબ્સ પણ આવ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ સ્ક્રિનિંગમાં જોવા મળ્યો હતો.

ભીડથી એક્ટ્રેસને બચાવી
સ્ક્રિનિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સૌ પહેલાં કિઆરા અડવાણીને મળ્યો હતો. તેણે કિઆરાને ગળે લગાવી હતી. આટલું જ નહીં ભીડમાં કિઆરાને પ્રોટેક્ટ કરતો પણ જોવા મળ્યા હતા.

સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી
સિદ્ધાર્થ તથા કિઆરાને સાથે જોયા બાદ યુઝર્સ ખુશ થઈ ગયા હતા. એક યુઝરે કહ્યું હતું કે કિઆરા, સિદ્ધાર્થના પ્રેમમાં પાગલ છે. તે માત્ર તેને જ જુએ છે. અન્ય એકે કહ્યું હતું કે બંને સાથે ઘણાં જ સારા લાગે છે. કોઈની નજર ના લાગે.

ચર્ચા હતી કે બંને અલગ થઈ ગયા
સૂત્રોએ દાવો કર્યો હતો કે સિદ્ધાર્થ તથા કિઆરાએ પરસ્પર સહમતિથી બ્રેકઅપનો નિર્ણય લીધો હતો. બ્રેકઅપ બાદ તેમના સંબંધોમાં કડવાશ રહેશે નહીં. તેમની વચ્ચેના પ્રેમનો અંત આવ્યો છે, પણ તેઓ હંમેશાં મિત્રો રહેશે. ભવિષ્યમાં તેઓ ફિલ્મમાં સાથે કામ પણ કરશે, કારણ કે બંને એકબીજાને માન આપે છે.

અપકમિંગ પ્રોજેક્ટ્સ
સિદ્ધાર્થ વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'થેંક ગોડ', 'યૌદ્ધા' તથા 'મિશન મંજૂ'માં કામ કરી રહ્યો છે. કિઆરા 'ગોવિંદા નામ મેરા', 'જુગ જુગ જિઓ' તથા તેલુગુ ફિલ્મ 'RC 15'માં કામ કરી રહી છે.