વિકી-કેટના લગ્ન પર બોલિવૂડ મૌન:સારા અલી ખાને સવાલ ટાળ્યો તો સિદ્ધાંત ચતુર્વેદીને કંઈ જ ખબર નથી, સલીમ ખાન અકળાઈ ઉઠ્યા

મુંબઈ10 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • કેટરીના આવતા મહિને 7-12 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં લગ્ન કરવાની છે

કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની ડેટ્સ નજીક આવી રહી છે. ઇન્ડસ્ટ્રીએ તેમના લગ્ન અંગે મૌન સાધી લીધું છે. કેટરીના સાથે ફિલ્મ 'ફોન ભૂત'માં કામ કરનાર સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું હતું કે તેને આ અંગે કંઈ જ ખબર નથી. તેણે એમ કહ્યું હતું કે જ તે ઇન્વાઇટ કરશે તો લગ્નમાં જશે. ખાશે, પીશે, નાચશે. બીજું તો શું?

સિદ્ધાંત, કેટરીના, ઈશાન
સિદ્ધાંત, કેટરીના, ઈશાન

કેટરીના સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો
સિદ્ધાંતના મતે, 'તેમની સાથે કામ કરવાની ઘણી જ મજા આવી હતી. તે સ્વીટ છે. તેમની પાસે એક્ટિંગ કરિયરનો ખાસ્સો અનુભવ છે. જ્યારે હું અને ઈશાન ઘણાં જ નવા છીએ. રીટેક બહુ જ થતાં હતાં. અમે નવા નવા હોવાથી સીનમાં એવા ખોવાઈ જઈએ કે કેમેરો ક્યા છે તે જ ભૂલી જતા, પરંતુ તેમને બધી જ ખબર રહેતી. તે બહુ જ ફની છે. સેટ પર મસ્તી કરતાં.'

સારાએ હસીને સવાલ ટાળી દીધો
સારાને જ્યારે પૂછવામાં આવ્યું કે વિકી કૌશલે તેને આમંત્રણ આપ્યું છે કે નહીં તો તેણે હસીને સવાલ ટાળી દીધો હતો. સારા તથા વિકી કૌશલ ડિરેક્ટર લક્ષ્મણની ફિલ્મમાં સાથે શૂટિંગ કરી રહ્યા છે. સારાએ એમ કહ્યું હતું કે તે હાલમાં ફિલ્મ 'અતંરગી રે' અંગે વાત કરવાનું પસંદ કરશે.

ખાન પરિવારે કોઈ જવાબ ના આપ્યો
કેટરીના કૈફના સંબંધો સલમાન ખાનના પરિવાર સાથે ગાઢ છે. જોકે, ખાન પરિવાર તરફથી પણ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. સલમાને વાતચીતમાં આ સવાલ ટાળી દીધો તો સલીમ ખાને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અકળાઈને એવું કહ્યું હતું કે મીડિયા પાસે હવે આ જ મુદ્દા રહી ગયા છે.

કેટરીનાની ટીમ સ્ટેન્ડ બાય મોડ પર
વિકી કૌશલે શશાંક ખેતાનની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નું બાકી રહેલું કામ પૂરું કરવામાં વ્યસ્ત છે અને તે ડિરેક્ટર લક્ષ્મણની ફિલ્મનું કામ શરૂ કરશે. કેટરીનાએ પોતાની ટીમને સ્ટેન્ડ બાય મોડ પર રહેવાનું કહ્યું છે. ટીમમાંથી એક મેમ્બરે નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે સાત ડિસેમ્બરે તેઓ રાજસ્થાન જશે તેની પૂરી શક્યતા છે. કેટરીનાએ તેમને તૈયાર રહેવાનું કહ્યું છે.