સેલેબ લાઇફ:શ્વેતા તિવારીની 21 વર્ષીય દીકરી પલકનું છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે ચક્કર, જાણો કોને કરે છે ડેટ?

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્વેતા તિવારીની 21 વર્ષીય દીકરી પલક તિવારી ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે. પલક તિવારી સોંગ 'બિજલી બિજલી...'થી લોકપ્રિય થઈ હતી. પલક તિવારીનું અફેર સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી સાથે હોવાની ચર્ચા હતી. બંને એકાદ-બેવાર સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. જોકે, પલકે પછીથી સ્પષ્ટતા કરી દીધી હતી કે તે અને ઈબ્રાહિમ માત્ર સારા મિત્રો છે.

આ એક્ટર સાથે અફેર છે
પલક તિવારીના સંબંધો એક્ટર વેદાંગ રૈના સાથે હોવાની ચર્ચા છે. વેદાંગ ડિરેક્ટર ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મથી ખુશી કપૂર, સુહાના ખાન તથા અગસ્ત્ય નંદા પણ બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યા છે. પલક તિવારી તથા વેદાંગે એક જ ટેલેન્ટ એજન્સી કંપની હાયર કરી છે.

કેવી રીતે મુલાકાત થઈ?
ટેલેન્ટ એજન્સી કંપનીએ એક પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં વેદાંગ તથા પલક આવ્યા હતા. આ પાર્ટીમાં જ બંનેની પહેલીવાર મુલાકાત થઈ હતી. પહેલાં તેઓ મિત્રો બન્યા અને પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

છેલ્લાં બે વર્ષથી અફેર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પલક તથા વેદાંગ છેલ્લાં બે વર્ષથી એકબીજાને ડેટ કરે છે. પલકની માતા શ્વેતા તિવારીને પોતાની દીકરીની પસંદગી ઘણી જ ગમી છે. હાલમાં બંને પોત-પોતાની કરિયર પર ફોકસ કરવા માગે છે. તેઓ પોતાના રિલેશનશિપ નજીકના ભવિષ્યમાં ઉજાગર કરશે નહીં તે વાત નક્કી છે.

નોંધનીય છે કે પલક તિવારી ફિલ્મ 'રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર'થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. હાલમાં જ પલકે 'કભી ઈદ કભી દિવાલી' ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન છે. પલકે હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. વેદાંગની વાત કરીએ તો તેણે મુંબઈમાંથી જ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. તે મોડલ તથા સિંગર છે. વેદાંગ રૈનાના કાકા ચંદન રૈના સિંગર છે. વેદાંગને પોતાના કાકામાંથી સિંગિંગ પ્રેરણા મળી હતી.