તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહેનની અપીલ:શ્વેતા સિંહે કહ્યું, 'યે દિવાલી સુશાંત વાલી, જરૂરિયાતમંદોની મદદ કરો', 14 નવેમ્બરે સુશાંતના મોતને પાંચ મહિના પૂરા થશે

મુંબઈ2 મહિનો પહેલા

દીવાળીના દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતને પાંચ મહિના પૂરા થઈ રહ્યા છે. જોકે, સુશાંતના પરિવારે ચાહકો તથા તેના સપોર્ટર્સને અપીલ કરી છે કે તેઓ 'યે દિવાલી સુશાંતવાલી' મનાવે. સુશાંતની બહેન શ્વેતાએ ધનતેરસના દિવસે એક ટ્વીટ કરીને સુશાંતની તસવીર શૅર કરીને આ અપીલ કરી છે.

સુશાંતના પ્રયાસોને પૂરો કરોઃ શ્વેતા
શ્વેતાએ કહ્યું હતું, 'યે દિવાલી...સુશાંત વાલી. આવો, દરેક દિલમાં પ્રેમ તથા આશાનો દીપ પ્રગટાવીએ. આવો આ દિવાળી SSRના અંદાજમાં મનાવીએ.' શૅર કરેલી તસવીર પર લખવામાં આવ્યું હતું, 'સુશાંતને કોઈના જીવનમાં ખુશીઓ લાવવી પસંદ હતી. આથી જ નાના તથા જરૂરિયાતમંદ લોકો પાસેથી મીણબત્તિ કે દીવાઓ ખરીદો, જેથી તેઓ તહેવાર મનાવી શકે. જે મીઠાઈ ખરીદી શકતા નથી, તેમને મીઠાઈ વહેંચો. માનવતાને જીવિત રાખો અને જરૂરિયતામંદ લોકોની મદદ કરો. આની શરૂઆત 12 નવેમ્બરથી કરો.'

ભાઈના સપના બહેન પૂરા કરી રહી છે
સુશાંત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં સુશાંત કેસની તપાસ CBI કરી રહ્યું છે. ED તથા NCB પણ તપાસ કરી રહ્યું છે. શ્વેતા સિંહ ભાઈ સુશાંતના અધૂરા સપના પૂરા કરવા માટે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser