શ્વેતા બચ્ચન દીકરી નવ્યા પ્રત્યે કડક રહી છે:કહ્યું, અગસ્ત્ય વધુ મેચ્યોર છે, મહિલાઓ માટે આ દુનિયા સરળ નથી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચન તથા જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાએ હાલમાં જ પોતાના બાળકો અંગે વાત કરી હતી. વાતચીતમાં શ્વેતાએ સ્વીકાર્યું હતું કે તેણે દીકરી ને દીકરાનો ઉછેર એક રીતે કર્યો નથી, તેણે હંમેશાં દીકરી નવ્યા અંગે કડકાઈભર્યું વલણ રાખ્યું છે.

મહિલાઓએ સ્ટ્રોંગ ને સતર્ક રહેવું જોઈએઃ શ્વેતા બચ્ચન
જર્નલિસ્ટ બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્વેતાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તે દીકરા અગસ્ત્યની તુલનામાં દીકરી પર વધુ કડકાઈ રાખે છે? શ્વેતાએ હા પાડી હતી અને કહ્યું હતું, 'હું નવ્યા પ્રત્યે કડકાઈભર્યું વલણ ધરાવું છું, કારણ કે મને લાગે છે કે આ દુનિયા મહિલાઓ માટે આટલી સરળ નથી. આ માટે તમારે સ્ટ્રોંગ, સતર્ક તથા સાવચેત રહેવું જોઈએ.'

નવ્યા ને અગસ્ત્ય બંનેનો સ્વભાવ ઘણો જ અલગ છેઃ શ્વેતા બચ્ચન
શ્વેતાએ વધુમાં કહ્યું હતું, 'નવ્યા તથા અગસ્ત્ય બંનેનો સ્વભાવ ઘણો જ અલગ છે. મને લાગે છે કે અગસ્ત્ય ઘણો જ મેચ્યોર છે. નવ્યા થોડી ભોળી છે અને હું તેના કેટલાક ખાસ મિત્રો ને નિકટના સાથીઓ પર વધુ વિશ્વાસ કરી શકું તેમ નથી. હું આ બધી બાબતો પર થોડી સાવચેતી રાખું છું અને તેની સાથે વાત પણ કરું છું, પરંતુ હું એ જરૂર કહેવા માગીશ કે તેને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની પૂરી આઝાદી છે.'

શ્વેતાએ નવ્યા સાથેનો એક કિસ્સો શૅર કરતા કહ્યું હતું કે તેમની વચ્ચે એકવાર પિયર્સિંગ અંગે દલીલો થઈ હતી. તે નવ્યા બેલી પિયર્સિંગ કરાવે તેની વિરુદ્ધમાં હતી. તેમ છતાંય નવ્યાએ તે કરાવ્યું અને પછી તેણ પોતાની જિદથી તે હટાવી દીધું.

નવ્યાનો સ્વભાવ નાની જેવો છેઃ શ્વેતા
શ્વેતાએ નવ્યાના સ્વભાવની તુલના નાની જયા બચ્ચન સાથે કરતા કહ્યું હતું, 'નવ્યા ને મારી માતા વચ્ચે ઘણી જ સામ્યતા છે. નવ્યા દૃઢ વિશ્વાસી છે. તે પોતાની વસ્તુઓ કે બાબતો અંગે ઘણી જ પેશનેટ છે. તે હંમેશાં દરેક મુદ્દે ખુલીને વાત કરે છે. હું ઘણી જ શરમાળ છું.'

નવ્યાએ માતાને ભેદભાવ અંગે ફરિયાદ કરી હતી
નવ્યાએ થોડાં સમય પહેલાં 'શી દા પીપલ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુવતી હોવાને કારણે તેની સાથે ઘરમાં અનેકવાર ભેદભાવ થયો હતો. જ્યારે પણ તેના ઘરે મહેમાન આવતા તો તેની માતા હંમેશાં તેને જ કંઈક ને કંઈક લાવવાનું કહેતી. તેના ભાઈ સાથે આવું ક્યારેય થતું નહીં. તેણે જ હંમેશાં હોસ્ટની જેમ તમામ મહેમાનોનું સ્વાગત કરવું પડતું.'

અન્ય સમાચારો પણ છે...