ખુલાસો:શુજીત સરકારે ફિલ્મમાં ઉધમ સિંહને દારૂ પીતા બતાવ્યા, અત્યાર સુધી કોઈપણ બાયોપિકમાં ફ્રીડમ ફાઈટરે દારૂ નથી પીધો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉધમ સિંહને દારૂ પીતા બતાવવાનું કારણ ડાયરેક્ટરે જણાવ્યું
  • શુજીતે જણાવ્યું કે, તે સમયે ઉધમ લંડનમાં એક યુવાન અવસ્થામાં હતા, તેના માટે આ સામાન્ય વાત હશે

વિક્કી કૌશલની લોન્ગ અવેઇટેડ રિવોલ્યુશનરી બાયોપિક 'ઉધમ સિંહ' 16 ઓક્ટોબરના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું ડાયરેક્શન શુજીત સરકારે કર્યું છે. તેણે તેમાં તેમણે ક્રાંતિકારી ઉધમ સિંહને દારૂ પીતા બતાવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતની કોઈ અન્ય ફિલ્મમાં ક્યારેય પણ કોઈ સ્વતંત્રતા સેનાનીને દારૂ પીતા બતાવવામાં આવ્યા નથી. ઉધમ સિંહને દારૂ પીતા બતાવવાનું કારણ હવે ડાયરેક્ટરે જણાવ્યું છે.

સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં અભિનેતા વિક્કી કૌશલ
સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં અભિનેતા વિક્કી કૌશલ

મારી પાસે પુરાવા છે
આ વિશે વાત કરતાં શુજીતે તાજેતરમાં પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, લોકો તેને પૂછી રહ્યા છે કે તેણે ફિલ્મમાં ઉધમ સિંહને દારૂ પીતા કેમ બતાવ્યા છે?મારા મતે તે સમયે ઉધમ લંડનમાં એક યુવાન અવસ્થામાં હતા. તેમના માટે આ સામાન્ય વાત હશે, તે અવસ્થામાં એક યુવાન શું કરે?

ફિલ્મ મેકરે આગળ કહ્યું કે, જો કોઈ સીનને લઈને કોઈને વાંધો હોય તો તેઓ બેસીને ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે ખુલાસો કર્યો કે મારી પાસે એક તથ્ય છે કે ઉધમ સિંહ ક્યાં ગયા અને તેમણે શું કર્યું. ઉધમ સિંહમાં બ્રિટિશ કેરેક્ટરના ડાયલોગ્સનો ઉપયોગ કરવા વિશે બોલતાં, શુજીતે જણાવ્યું કે, તેણે તે રીતે 'ગોરા' ભાષાનો ઉપયોગ નહોતો કર્યો, જેનો બોલિવૂડ સામાન્ય રીતે ઉપયોગ કરે છે. તેણે ક્યારેય તેની સાથે પોતાની ઓળખ નથી બનાવી અને આવી ભાષાનો ઉપયોગ કરવાનો અર્થ ક્યારેય સમજાયો નથી.

‘સરદાર ઉધમ’ના શૂટિંગ વખતે વિક્કી કૌશલ (જમણે) અને ડાયરેક્ટર શૂજીત સરકાર (વચ્ચે)
‘સરદાર ઉધમ’ના શૂટિંગ વખતે વિક્કી કૌશલ (જમણે) અને ડાયરેક્ટર શૂજીત સરકાર (વચ્ચે)

ફિલ્મમાં દુનિયાભરના ટેક્નિશિયન્સે કામ કર્યું છે
'સરદાર ઉધમ'ના પ્રોડ્યુસર્સે શુક્રવારે મુંબઈમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, જેમાં બી-ટાઉનના ઘણા એ-લિસ્ટર્સ સામેલ હતા. આ ફિલ્મ માટે વિક્કીએ 15થી 18 કિલો વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં 19મી સદીનું અમૃતસર અને લંડન ક્રિએટ કરવા માટે દુનિયાના ખૂણેખૂણામાંથી ટેક્નિશિયન હાયર કરવા પડ્યા હતા. તે એટલા માટે કેમ કે ફિલ્મમાં તે સદીની ઈમારતો, ગાડીઓ વગેરે ક્રિએટ કરવાની હતી. ઉધમ સિંહમાં ટેક્નિકલી રીતે ડિટેલિંગમાં કામ થયું છે. ઈન્ડિયા સિવાય રશિયા, ઈંગ્લેન્ડ, પોલેન્ડ, હંગેરી અને અન્ય દેશોના ટેક્નિશિયનોએ એ સમયની આખી દુનિયા ક્રિએટ કરી છે.