તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટીવી અને ફિલ્મોમાં દેખાયેલી એક્ટ્રેસ શ્રુતિ સેઠ હોસ્પિટલમાં છે. તેની ઇમર્જન્સી સર્જરી થઇ છે. અચાનક આવેલી આ હેલ્થ પ્રોબ્લેમને કારણે શ્રુતિએ લોકોને અપીલ કરી છે કે તમારા સ્વાસ્થ્યને સહેજ પણ અવગણશો નહીં. તેણે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને એક લાંબી નોટ પણ લખી છે. ફોટોમાં શ્રુતિ હોસ્પિટલમાં સૂતેલી દેખાઈ રહી છે.
શ્રુતિએ પોતાની પોસ્ટમાં સ્વસ્થ રહેવા લખ્યું
શ્રુતિએ ફોટો સાથે લખ્યું છે, 'આ પળમાં રહો. આખરે 2020 મને અને મારા પરિવારને એક અંતિમ ઝટકો આપવામાં સફળ રહ્યું. મારી એક ઇમર્જન્સી સર્જરી થઇ છે. મારા બધા ક્રિસમસ અને નવા વર્ષના પ્લાન સસ્પેન્ડ થઇ ગયા છે. હું આભારી છું કે એક મોટો સંકટ ટળી ગયો. મને લાગે છે કે હું ખરેખર તેનાથી સબક શીખી શકી નહીં. જે હું કરી રહી હતી. પણ હવે મેં જે શીખ્યું તે તમારી સાથે શેર કરી રહી છું.
- પોતાના સ્વાસ્થ્યને ક્યારેય હલકામાં ન લો.
- હોસ્પિટલ તમને અહેસાસ કરાવે છે કે અહંકાર, વ્યક્તિત્ત્વ અને જીવનનો અનુભવ, કંઈક આપણે માત્ર એક જીવ વિજ્ઞાન છીએ.
- ફૂડ મગજ માટે એક દવા છે. શરીર એક ગ્લુકોઝ ડ્રિપ પર જીવિત રહી શકે છે.
- અને મને ખાવું ખૂબ ગમે છે અને હું તેને ઘણું મિસ કરી રહી છું.
- સૌથી બેઝિક બોડી ફંક્શન અવિશ્વસનીય એન્જિનિયરિંગ છે. માટે દરેક સવારે જાગવા અને રાત્રે સુવા માટે આભારી રહો.
- દુવાઓ મેળવો અને એવા લોકોને હંમેશાં પાસે રાખો જે તમને પ્રેમ કરે છે અને હકીકતમાં તમારી કેર કરે છે.
હું ખુશ છું કે બધું યોગ્ય સમયે થયું અને 2020 એ આ મારા માટે બાકી રાખ્યું હતું. હકીકતમાં મારી પાસે પસાર થઇ રહેલ વર્ષ યાદ આવે તેનાં અમુક નિશાન છે. મને આશા છે કે તે હંમેશાં આભારી રહેવા માટે યાદ અપાવતા રહેશે. હું તમને બધાને નવા વર્ષ માટે ઘણો બધો પ્રેમ અને પોઝિટિવિટી મોકલી રહી છું.
આશા કરું છું કે આ આપણી સાથે પ્રેમથી રહેશે. બધાને નવા વર્ષની શુભકામનાઓ. ભલે હું તમારામાંથી ઘણા બધાને પર્સનલી નથી ઓળખતી, પણ તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છું.'
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.