તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રોલર્સના નિશાને શ્રુતિ હાસન:બ્લેક લિપસ્ટિક લગાવવાથી ટ્રોલ થયેલી એક્ટ્રેસે કહ્યું, ‘લોકો કમેન્ટ કરે છે; તમે તો ચુડેલ લાગો છો, આ શું થઈ ગયું? ’

2 મહિનો પહેલા
શ્રુતિને રોક એન્ડ રોલ વિચ બનવાની ઈચ્છા છે.
  • શ્રુતિને બ્લેક લિપસ્ટિક ગમે છે
  • ટ્રોલર્સ તેને ચુડેલ કહે છે, પણ એક્ટ્રેસ તેમના તરફ ધ્યાન આપતી નથી

સોશિયલ મીડિયા પર યુઝર્સે બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસનને ચુડેલ કહી. શ્રુતિ હંમેશાં તેના લુક્સને લીધે ચર્ચામાં રહે છે. તેને બ્લેક અને ડાર્ક લિપસ્ટિક ઘણી ગમે છે, આથી ઘણીવાર તે આ કલરની લિપસ્ટિક સાથેના ફોટોઝ શેર કરે છે, પરંતુ હાલમાં એક ઇન્ટરવ્યુમાં શ્રુતિએ જણાવ્યું હતું કે મારી લિપસ્ટિકના શેડને લીધે ટ્રોલર્સ મને નેગેટિવ કમેન્ટ આપતા હતા. એક ટ્રોલરે તો મને ચુડેલ કહી હતી.

શ્રુતિને બ્લેક લિપસ્ટિક ગમે છે
ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીતમાં શ્રુતિએ જણાવ્યું, હું લિપસ્ટિક કોઈ રોલ કે ફિલ્મ માટે નથી કરતી. મને આ લિપસ્ટિકનો કલર ગમે છે, એવું નથી એ લગાવીને બહાર જવું પણ ગમે છે. ક્યારેક હું વિચારું છું કે આ થોડું ઓવર થઈ જશે, પણ મારો મૂડ હશે અને મને લિપસ્ટિક લગાવવાનું મન હશે તો હું કરીશ જ.

એક્ટ્રેસને ગોથિક સબકલ્ચર ગમે છે
શ્રુતિએ વધુમાં કહ્યું, લોકો મારા વિશે ઘણું ખોટું માને છે, કારણ કે મને ગોથિક સબકલ્ચર ગમે છે. હું એક આદર્શવાદી તરીકે મોટી થઈ છું. મને આખો મેટલ સીન ગમે છે, મને ગોથ સબકલ્ચરથી અલગ જ લગાવ છે.

ચુડેલ કહેવા પર શ્રુતિ ટ્રોલર્સને આવો જવાબ આપે છે
શ્રુતિએ કહ્યું, બ્લેક લિપસ્ટિક લગાવવાથી મને જે કમેન્ટ મળે છે એની સાથે હું સહમત છું, કારણ કે હું આને મારાં વખાણની જેમ જોવું છું. મને એસ્થેટિક ગમે છે. મને યુઝર્સ કહે છે, અરે, તમે તો ચુડેલ જેવા લાગો છો. હું કહું છું, આ સારું છું. આ કુલ છે, કારણ કે ચુડેલ ખરાબ હોય છે અને મને આ ગમે છે. જ્યારે તે લોકો મને ચુડેલ કહે છે ત્યારે તેમને નથી ખબર કે મારાં વખાણ થઈ રહ્યાં છે, કારણ કે હું રોક એન્ડ રોલ વિચ બનવાની ઈચ્છા ધરાવું છું.. તો આ કમેન્ટ મારા માટે સારી છે.

અન્ય સમાચારો પણ છે...