હીરોઈનનો સનસનાટી મચાવતો ઘટસ્ફોટ:'એક્ટ્રેસિસને ડ્રગ્સ આપીને ન્યૂડ વીડિયો શૂટ કરવામાં આવે છે, પછી બ્લેકમેલિંગનો ગંદો ખેલ શરૂ થાય છે'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટર-એક્ટ્રેસિસના રૂમમાં કેમેરા લગાવીને તેમના વાંધાજનક વીડિયો શૂટ કરવામાં આવતા હોવાનો દાવો

રાજ કુંદ્રાની ધરપકડ બાદ પોર્નોગ્રાફી કેસ તથા દેશમાં પોર્ન ફિલ્મના ગંદા ખેલ અંગે રોજે રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. અનેક મોડલ્સ તથા એક્ટ્રેસિસ પોલીસથી લઈ સો.મીડિયામાં આ ડર્ટી પિક્ચરના બિઝનેસનો પર્દાફાશ કરી રહી છે. જોકે, એક્ટ્રેસ શ્રુતિ ગેરાએ સનસનાટી મચાવતા ઘટસ્ફોટ કર્યા છે. શ્રુતિ ગેરાએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં નવા કલાકારોને ડ્રગ્સ આપીને ન્યૂડ વીડિયો શૂટ કરવામાં આવે છે અને પછી તેમને પોર્ન ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાની કંપની મોડલ્સ તથા કલાકારોને વેબ શોનો કોન્ટ્રાક્ટ સાઇન કરાવતી હતી અને પછી તેમને ન્યૂડ અથવા બોલ્ડ સીન્સ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું.

રાજ કુંદ્રાના શો માટે ઓફર મળી હતી
શ્રુતિ ગેરાએ હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 2018માં તેને રાજ કુંદ્રાની કંપની તરફથી એક વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મળી હતી. કાસ્ટિંગ ડિરેક્ટરે તેનો સંપર્ક કર્યો હતો. તેને યાદ નથી કે કયા કાસ્ટિંગ ડિરેક્ટરે તેનો સંપર્ક કર્યો હતો. એક કાસ્ટિંગ ડિરેક્ટરે તેણે કહ્યું હતું કે તે તેની મુલાકાત રાજ કુંદ્રા સાથે કરાવશે. એકે કહ્યું હતું કે રાજ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનો છે અને તે વેબ શોની દુનિયામાં મોટું કામ કરવાનો છે.

ભગવાનનો આભાર, મેં મારી જાતને બચાવી લીધી
શ્રુતિએ આગળ કહ્યું હતું કે તેણે આ ઓફર્સ ઠુકરાવી દીધી હતી. તે ભગવાનનો આભાર માને છે કે તેણે પોતાની જાતને બચાવી લીધી. બધા એવું માનીને ચાલતા હતા કે રાજ કોઈ મોટો તથા સારો વ્યક્તિ છે, પરંતુ હવે ખબર પડી કે તે પોર્ન ફિલ્મ બનાવતો હતો.

કાસ્ટિંગ ડિરેક્ટર્સ અપ્રોચ કરે છે
શ્રુતિ ગેરાએ વધુમાં જણાવ્યું હતું કે પોર્ન ફિલ્મ માટે માત્ર નવા એક્ટર્સ તથા મોડલ્સને દોષ આપવો યોગ્ય નથી. તેણે અનેક ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે અને બિગ બ્રાન્ડ્સ સાથે જોડાયેલી હોવા છતાંય કાસ્ટિંગ ડિરેક્ટર આવા કામ માટે તેનો સંપર્ક કરે છે. જ્યારે આ સમાચાર આવ્યા તો તેને જોરદાર આંચકો લાગ્યો હતો. કોઈ કેવી રીતે વિચારી શકે કે તે આવું કોઈ કામ કરશે.

ડ્રગ્સ આપીને ન્યૂડ વીડિયો બનાવે છે
શ્રુતિએ એવો દાવો કર્યો હતો કે તેણે આ અનુભવ્યું છે કે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું થઈ રહ્યું છે. ન્યૂકમર એક્ટ્રેસિસને ડ્રગ્સ આપવામાં આવે છે. તેમના વાંધાજનક વીડિયો શૂટ કરવામાં આવે છે અને પછી તેમને બ્લેકમેલ કરીને આવી ફિલ્મમાં કામ કરવા મજબૂર કરાય છે. આ બહુ જ કોમન છે. ત્યાં સુધી કે ન્યૂકમર એક્ટર સાથે પણ આવું જ કરવામાં આવે છે.

એક્ટર્સને હની ટ્રેપમાં ફસાવવામાં આવે છે
શ્રુતિએ એવું પણ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં હની ટ્રેપ પણ કરવામાં આવે છે. જ્યારે તેણે આવા કેટલાંક પ્રોજેક્ટ્સમાં કામ કરવાની ના પાડી, પછીથી તેને જાણ થઈ હતી કે મેકર્સના ઈરાદા સારા નહોતા. દર વખતે ના પાડવી સરળ નથી. એ લોકો તમારા રૂમમાં કેમેરો લગાવી લે છે. તમારા વાંધાજનક વીડિયો ઉતારવામાં આવે છે અને પછી બ્લેકમેલ કરવામાં આવે છે.

બોલિવૂડના કાસ્ટિંગમાં શોષણનું જોખમ
શ્રુતિ ગેરાએ બોલિવૂડ ફિલ્મની કાસ્ટિંગની પ્રક્રિયા પર પણ સવાલ કર્યા છે. તેણે કહ્યું હતું કે ફિલ્મના લીડ એક્ટર્સનું ક્યારેય ઓડિશન થતું નથી. જ્યારે નવા કલાકારોને ઓડિશન વગર કોઈ કામ આપતું નથી. ત્યાં સુધી બિગ બેનરની ફિલ્મ માટે પહેલાં લીડ એક્ટર્સ ફાઇનલ થાય છે. માત્ર એ જ એક્ટર્સની શોધ કરવામાં આવે છે, જે ફિલ્મમાં ફિલર તરીકે કામ કરે. હવે ધીમે ધીમે બધું બદલાઈ રહ્યું છે, પરંતુ ફિલ્મની કાસ્ટિંગની મીટિંગ્સ, સોશિયલાઇઝિંગ આ બધા જ ગ્રે એરિયા છે. અહીંયા ન્યૂકમર એક્ટર્સનું શોષણ થવાના ચાન્સ વધી જાય છે, પછી તે છોકરો હોય કે છોકરી.

એક્ટિંગને અલવિદા
2009માં શ્રુતિએ 'ટોસઃ અ ફ્લિપ ઓફ ડેસ્ટની'માં કામ કર્યું હતું. 2018માં શ્રુતિએ એક્ટિંગને અલવિદા કહીને પોતાની સ્કીનકેર કંપનીની શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...