ઇમરજન્સી:કંગનાની ફિલ્મમાં શ્રેયસ તલપડેને કેવી રીતે અટલ બિહારી વાજપેઈનો રોલ મળ્યો?

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'ઇમરજન્સી'નું ત્રીજું પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે. શ્રેયસ આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેઈના રોલમાં જોવા મળશે. શ્રેયસે હવે આ અંગે વાત કરી હતી. એક્ટરે કહ્યું હતું કે તેને કેવી રીતે આ રોલ મળ્યો.

શું કહ્યું શ્રેયસે?
શ્રેયસે કહ્યું હતું કે જ્યારે તેણે સો.મીડિયામાં ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું તો ચાહકો સરપ્રાઇઝ થઈ ગયા હતા. કોઈને ખ્યાલ નહોતો કે તે યુવાન અટલ બિહારી વાજપેઈનું પાત્ર ભજવવાનો છે. ચાહકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો.

વિવાદ અંગે પણ વાત કરી
શ્રેયસે કહ્યું હતું કે તેને ખ્યાલ છે કે આ ફિલ્મ અંગે વિવાદ થશે. પોલિટિક્સ, એજન્ડા, જજમેન્ટ બધું જ સહન કરવું પડશે. તમે આ બધી બાબતોની અવગણના કરી શકો નહીં અને કામ કરવાનું પણ બંધ ના કરી શકો. આ તમામ બાબતો વિચારીને અટકી જાવ તો ક્યારેય આગળ વધી શકાય નહીં.

કંગના સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
શ્રેયસે કહ્યું હતું કે પહેલી જ મિટિંગમાં કંગનાએ ફિલ્મ અંગેની ઘણી વાતો સ્પષ્ટ રીતે સમજાવી દીધી હતી. ટ્રાન્સપરન્સી હોય તો ક્રિએટિવ ડિફરન્સ રહેતા નથી. તેમની વચ્ચે કોઈ સ્ટ્રેસ નહોતો. તેને કામ કરવાની ઘણી જ મજા આવી હતી. તેણે પ્રોસ્થેટિક મેકઅપની મદદ લીધી છે.

કંગનાનો ફોન આવ્યો
શ્રેયસે આગળ કહ્યું હતું કે કંગનાએ તેને ફોન કરીને ફિલ્મ અંગે વાત કરી હતી. તેણે આ ફિલ્મના સંદર્ભમાં મળવાની વાત કહી હતી. તેમની મુલાકાત થઈ અને ફિલ્મની વાર્તા સંભળાવી હતી. તેણે સવાલ કર્યો હતો કે તે અટલજીનો રોલ પ્લે કરશે? આ દરમિયાન કંગનાએ અટલજીની યંગ એજની તસવીરો પણ બતાવી હતી. આ ઑફર સાંભળીને તે બે મિનિટ તો ચૂપ થઈ ગયો હતો. તેને ખ્યાલ જ ના આવ્યો કે તેને કેમ આ રોલની ઑફર કરવામાં આવી છે. આ રોલ પડકારજનક છે.

શ્રેયસે આગળ કહ્યું હતું કે આ રોલ પડકારજનક હોવાની સાથે સાથે દબાણભર્યો પણ છે. તે એક ઇન્ટરનેશનલ પર્સનાલિટી હતા. રાજકારણી હોવાની સાથે સાથે કવિ પણ હતા. તેમની બોલવાની સ્ટાઇલ અલગ હતી. તે પૉઝ લઈને વાત કરતાં અને તેમનો એક હોઠ બહાર હતો. તેમના પાત્રને સમજવા માટે ઘણી જ મહેનત કરવી પડી હતી.

કંગના આ ફિલ્મને ડિરેક્ટ કરશે
'ઇમરજન્સી'માં કંગના રનૌત લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. કંગનાએ સ્વ. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કટોકટીના સમયની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં જયપ્રકાશ નારાયણના રોલમાં અનુપમ ખેર જોવા મળશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...