શ્રદ્ધા કપૂર હાલમાં સ્પેનમાં રણબીર કપૂર સાથે અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરે છે. શૂટિંગના બીજા જ દિવસે એક્ટ્રેસની મેકઅપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાઇકના પગે ફ્રેક્ચર થયું હતું. મેકઅપ આર્ટિસ્ટે સેટ પરનો વીડિયો શૅર કર્યો હતો અને કહ્યું હતું કે તે 10 દિવસ સુધી વ્હીલચેર પર રહેશે.
શ્રદ્ધા નાઇકે વીડિયો શૅર કર્યો
મેકઅપ આર્ટિસ્ટે વીડિયો શૅર કરીને કહ્યું હતું, કહેવત છે કે બ્રેક અ લેગ ઇન સ્પેન, મેં આને કંઈક ગંભીરતાથી લઈ લીધી. વીડિયોમાં શ્રદ્ધાને હોસ્પિટલ લઈ જાય છે. આ ઉપરાંત વીડિયોમાં શ્રદ્ધા કપૂરની વેનિટી વેન પણ જોઈ શકાય છે. અહીંયા વ્હીલચેર પર બેસીને શ્રદ્ધા નાઇક મેકઅપ કરે છે.
ટીમને થેંક્યૂ કહ્યું
વીડિયોમાં મેકઅપ આર્ટિસ્ટે કહ્યું હતું, '13 વર્ષની કરિયરમાં ક્યારેય ખુરશી પર બેસીને મેકઅપ કર્યો નથી. મારું ધ્યાન રાખનારા મારી આસપાસના તમામ લોકોનો આભાર.'
શ્રદ્ધા-રણબીર સ્પેનમાં શૂટિંગ કરે છે
શ્રદ્ધા કપૂર તથા રણબીર કપૂરની ફિલ્મના સેટ પરના વીડિયો વાઇરલ થયા છે. બંને બીચ પર ડાન્સ કરતાં હોય તેવો એક વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં રણબીર શર્ટલેસ હતો.
આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે
લવ રંજનની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા પહેલી જ વાર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બોની કપૂર તથા ડિમ્પલ કાપડિયા પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે 8 માર્ચે રિલીઝ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.