બેયર ગ્રિલ્સની 'ડરામણી' ક્ષણ?:રણવીર સિંહ શોના હોસ્ટને ધડાધડ કિસ કરવા લાગ્યો, યુઝર્સે કહ્યું- કંઈ ભાન છે કે નહીં?

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રણવીર સિંહના સ્વેગ ને એનર્જેટિક અંદાજની તોલે કોઈ ના આવી શકે. ફિલ્મથી લઈ શો સુધી, રણવીર પોતાના એન્ટરટેઇનિંગ અંદાજથી ચાહકોને ક્રેઝી બનાવે છે. રણવીર હાલમાં જ એડવેન્ચર શો 'રણવીર વર્સિસ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ'ના શોમાં જોવા મળ્યો હતો.

રણવીરના એપિસોડને ચાહકોએ વખાણ્યો હતો. જોકે, આ દરમિયાન શોની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ છે. આ ક્લિપને કારણે રણવીર સિંહ ટ્રોલર્સના નિશાને આવી ગયો છે.

રણવીરે બેયર ગ્રિલ્સને ધડાધડ કિસ કરી
વાઇરલ ક્લિપમાં જોઈ શકાય છે કે રણવીર સિંહ એનર્જેટિક અંદાજમાં ગ્રિલ્સના વખાણ કરીને ગાલ પર ધડાધડ કિસ કરે છે. આ દરમિયાન રણવીરે બેયર ગ્રિલ્સને એવું કહ્યું હતું, 'પપ્પી લઈશ તારી' અને કિસ કરી હતી. આ વીડિયોને કારણે રણવીર સિંહ ટ્રોલ થયો છે.

યુઝર્સે શું કહ્યું?
એક યુઝરે કહ્યું હતું, બેયર ગ્રિલ્સ સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ કરી શકે છે અને લાખો રૂપિયાનું વળતર જીતી શકે છે. અન્ય એકે કહ્યું હતું કે બેયર ગ્રિલ્સ આ પહેલાં ક્યારેય આટલું ડર્યો નહીં હોય. અન્ય એકે કહ્યું કે રીલ અને રિયલ બંનેમાં રણવીર ઓવર એક્ટિંગ કરે છે. આ ઘણો જ ખરાબ એક્ટર છે. તેને તાત્કાલિક રિહેબ સેન્ટરમાં મોકલીને કાઉન્સિલિંગ કરાવવું જોઈએ. બીજા એકે કહ્યું હતું કે બેયર ગ્રિલ્સ કેટલો અસહજ હતો. રણવીર સિંહે કેમ આવું કર્યું?

ઉલ્લેખનીય છે કે રણવીરે બેયર ગ્રિલ્સ સાથે સર્બિયાના જંગલની સફારી કરી હતી. શોમાં રણવીરે પત્ની દીપિકા માટે કિંમતી સર્બિકા રમોન્ડા ફૂલ લાવવાનું હતું.

રણવીર સિંહ છેલ્લે ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે રણવીર સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં જેકલિન ફર્નાન્ડિઝ તથા પૂજા હેગડે સાથે જોવા મળશે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે. કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી તથા જયા બચ્ચન સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

જંગલમાં એડવેન્ચર કરવા માટે બેયર ગ્રિલ્સ લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે બેયર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલના સૌથી ચર્ચિત શો 'મેન વર્સિસ વાઇલ્ડ'ને હોસ્ટ કરવા માટે લોકપ્રિય છે. આ શોમાં બેયર જંગલમાં એડવેન્ચર કરતો હોય છે. ઉલ્લેખનીય છે કે આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા.