નીના ગુપ્તાએ પંચાયતના શૂટિંગનો વીડિયો શેર કર્યો:40 ડિગ્રીમાં શૂટિંગ કર્યું અને કહ્યું, 'ગરમીમાં ચામડી બળી ગઈ છે, મુંબઈ પાછી આવીશ ત્યારે મને કોઈ ઓળખશે પણ નહીં'

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નીના ગુપ્તા અત્યારે તેની આગામી સિરીઝ 'પંચાયત 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભયંકર ગરમીમાં શૂટિંગ કરતી જોવા મળી હતી.

કહ્યું, બધું બળી ગયું છે
વીડિયોમાં નીના સેટ પર જોવા મળી રહી છે. તેણે ગુલાબી સાડી પહેરી છે. નીના વીડિયોમાં કહે છે, અત્યારે 40 ડિગ્રી છે, અને ખૂબ જ ગરમી છે. ઉપરથી છત્રી હટે ત્યારે એવું લાગે છે કે બધું બળી ગયું છે. હું બોમ્બે આવીશ તો મને કોઈ ઓળખશે નહિ. પણ ગમે તે હોય, અભિનય તો કરવો જ પડે. આ વીડિયોને શેર કરતા નીનાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'એક અભિનેતાની ગરમીની કથા'.

વીડિયો જોયા બાદ ચાહકોએ વખાણ કર્યા છે
નીનાનો આ વીડિયો જોયા પછી ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'મૅમ અમે બધા તમને ખૂબ પસંદ કરીએ છીએ.આટલું કરી લો અમારા માટે '. સૌ કોઈ પંચાયત 3'ની રાહ જોઈ રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું, 'વાહ પંચાયત કી શૂટિંગ, રાહ નથી જોઈ શકતા'. તો ત્રીજાએ લખ્યું, 'લવ યુ નીનાજી'.

તમને જણાવી દઈએ કે, પંચાયતનો પહેલો અને બીજો ભાગ રિલીઝ થઈ ગયો છે, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. નીના ગુપ્તાએ આ સીરિઝમાં પ્રધાનની પત્નીની ભૂમિકા ભજવી હતી. ચંદન કુમારે આ વેબ સીરિઝ લખી છે.સીરિઝમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, ચંદન રોય, રઘુબીર યાદવ છે. હવે ચાહકો સીરિઝના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.