તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૂટિંગ અપડેટ:પ્રભાસ-સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'નું શૂટિંગ શરૂ, મેગા બજેટ 3D ફિલ્મ 2022માં રિલીઝ થશે

મુંબઈ25 દિવસ પહેલા

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ તથા સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ'નું શૂટિંગ મંગળવાર, 2 ફેબ્રુઆરીથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે. પ્રભાસે સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. પ્રભાસે પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, 'આદિપુરુષ' અનિષ્ટ પર ઈષ્ટના વિજયની ઉજવણીનો 'આરંભ.' આ મેગા બજેટ 3D ફિલ્મ 2022માં રિલીઝ થશે.

પ્રભાસે સો.મીડિયામાં શૅર કરેલી પોસ્ટ
પ્રભાસે સો.મીડિયામાં શૅર કરેલી પોસ્ટ

લાંબા સમયથી આ ચર્ચામાં રહેલી આ ફિલ્મના શૂટિંગની છેલ્લાં ઘણાં દિવસથી તૈયારી ચાલતી હતી. ઓમ રાઉતના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં પ્રભાસે રામની ભૂમિકા તથા સૈફ અલી ખાન લંકેશના રોલમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે, મેકર્સે ફિલ્મના મોશન કેપ્ચર પર છેલ્લાં 15 દિવસથી કામ કરવાની શરૂઆત કરી હતી.

મોશન પિક્ચર્સ પર કામ કરતી ટીમ
મોશન પિક્ચર્સ પર કામ કરતી ટીમ

ફિલ્મમાં VFXનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે
ફિલ્મમાં VFXનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. કહેવાય છે કે ભારતીય દર્શકોએ કોઈ ભારતીય ફિલ્મમાં આટલા VFX જોયા નહીં હોય. મેકર્સે 19 જાન્યુઆરીથી ફિલ્મનું ટેસ્ટ શૂટિંગ શરૂ કરી દીધું હતું. ફિલ્મનું ટેસ્ટ શૂટિંગ બંધ સ્ટૂડિયોમાં થતું હતું, જેથી વાસ્તવિક શૂટિંગ પહેલાં પૂરી પ્રેક્ટિસ કરી શકાય.

350-400 કરોડના મેગા બજેટમાં ફિલ્મ બનશે
3D ફોર્મેટમાં બનતી આ ફિલ્મ પાંચ ભાષા હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મને ઓમ રાઉત ઉપરાંત ભૂષણ કુમાર, પ્રસાદ સુતર તથા રાજેશ નાયર પ્રોડ્યૂસ કરે છે. સૂત્રોના મતે, આ ફિલ્મનું બજેટ 350-400 કરોડની આસપાસ છે.

ચર્ચા છે કે ફિલ્મમાં હેમામાલિની કૌશલ્યાના રોલમાં જોવા મળશે, જ્યારે સીતાનો રોલ ક્રિતિ સેનન પ્લે કરશે. ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો