તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૂટિંગ પૂરું:આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કમ્પ્લિટ, સંજય લીલા ભણશાલી હવે વેબ સિરીઝ 'હીરા મંડી' શરૂ કરશે

મુંબઈ3 મહિનો પહેલા
  • ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર, 2019માં શરૂ કરવામાં આવ્યું હતું.

આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ સ્થિત ફિલ્મસિટીમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગગ ત્રણ-ચાર દિવસ જેટલું જ બાકી હતું, જેમાં એક ગીત તથા નાનાકડો સીન શૂટ થવાનો હતો. મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે શૂટિંગ અટકી પડ્યું હતું. તે પહેલાં ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટ સહિત ટીમના કેટલાંક મેમ્બર્સને કોરોના થયો હતો. જોકે, હવે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લેવામાં આવ્યું છે. ફિલ્મમાં આલિયાએ ગંગુબાઈ કાઠિયાવાડીનો રોલ પ્લે કર્યો છે.

આલિયા ભટ્ટે શૂટિંગ પૂરું કર્યા બાદ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
આલિયા ભટ્ટે શૂટિંગ પૂરું કર્યા બાદ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી

'ગંગુબાઈ'ના ફ્લોર પર થશે 'હીરા મંડી'નું શૂટિંગ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'ગંગુબાઈ'નું શૂટિંગ પૂરું થતાં જ સંજય લીલા ભણસાલી તરત જ પોતાની વેબ સિરીઝ 'હીરા મંડી'નું શૂટિંગ શરૂ કરશે. 'ગંગુબાઈ..'નો સેટ તોડીને અહીંયા જ 'હીરા મંડી'નો સેટ બનાવવામાં આવશે. સેટ તૈયાર થતાં જ મેકર્સ શૂટિંગ ચાલુ કરી દેશે. આ સિરીઝને વિભુ પુરી ડિરેક્ટ કરશે અને સંજય લીલા ભણસાલી પ્રોડ્યૂસ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ પૂરું કરવું સરળ નહોતું. ખાસ કરીને છેલ્લા તબક્કાનું. મહારાષ્ટ્રમાં કોવિડ 19ને કારણે નવા મ્યુટન્ટ ડેલ્ટાએ ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ ઊભો કર્યો છે. ફિલ્મ તથા ટીવી સિરિયલ્સના શૂટિંગ ફરી એકવાર શરૂ થઈ ગયું છે. તમામ આશા વ્યક્ત કરે છે કે હવે બધું જ સારું રહે, કારણ કે ટીમના એક મેમ્બરને ચેપ લાગે તો બધું જ બંધ કરવું પડે.

આલિયા 'બ્રહ્માસ્ત્ર' તથા 'RRR'માં જોવા મળશે
આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ 'બ્રહ્માસ્ત્ર' તથા 'RRR'માં મળશે. 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા પહેલી જ વાર બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...